અમદાવાદના શાહપુરમાં મકાનમાં આગ લાગતો આખો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળક આગમાં ભડથું
Ahmedabad Fire : અમદાવાદના શાહપુર વિસ્તારમાં લાગી આગ..ન્યૂ એચ કોલોનીના મકાનમાં આગ લાગતા પતિ-પત્ની અને બાળકનું મોત...આગમાં ત્રણ લોકોના મોત થતાં છવાયો શોકનો માહોલ...
Ahmedabad Fire ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદમાં આગના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હજી બે દિવસ પહેલા જ એક હોસ્પિટલમાં લાગેલી આગમાં પતિ-પત્નીનુ મોત થયુ હતું. ત્યારે હવે અમદાવાદમાં ફરી મોતની આગ લાગી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મકાનમાં લાગેલી આગમાં આખો પરિવાર હોમાયો છે. આ આગમાં પતિ-પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર વિસ્તારના એક રહેણાક મકાનમાં આગ લાગી હતી. આ આગમાં પરિવારના ત્રણ લોકો ભડથુ થઈ ગયા હતા. પરિવારના બાળક અને પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
આ પણ વાંચો :
વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત, ધારદાર દોરાથી ગળાની તમામ નસો કપાઈ ગઈ
જૈન સમાજ કેમ રસ્તા પર ઉતર્યો, તીર્થ રક્ષા કરવા નીકળેલા સમાજનાં રોષ પાછળનું કારણ શું?
શાહપુર દરવાજા પાસે આવેલા ન્યુ એચ કોલોનીમાં આવેલા મકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે 4.30 કલાકે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે આ આગ કેવી રીતે લાગી તે હજી જાણવા મળ્યુ નથી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મોદી કેર હોસ્પિટલમા આગ લાગી હતી, જેમાં પતિ-પત્નીના બળીને ખાખ થયેલો મૃતદેહ હોસ્પિટલની સીડી પરથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો :
ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન, PM-CM એ શોક વ્યક્ત કર્યો