વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત, ધારદાર દોરાથી ગળાની તમામ નસો કપાઈ ગઈ

Hockey Player Death Due To Chinese Cord : વડોદરામાં નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા હોકીના ખેલાડીનું  મૃત્યુ... મૃતક ગિરીશ બાઈક પર જઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરીથી કપાયું ગળુ...

વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત, ધારદાર દોરાથી ગળાની તમામ નસો કપાઈ ગઈ

Hockey Player Death Due To Chinese Cord રવિ અગ્રવાલ/વડોદરા : ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતા તે વેચાઈ રહી છે. આવામાં વડોદરામાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે. ચાઈનીઝ દોરીથી વડોદરામાં એક હોકી પ્લેયરનું ગળુ કપાયું હતું, અને તે મોતને ભેટ્યો છે. 

ચાઇનીઝ દોરીથી ગળું કપાતાં વડોદરાાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. નેશનલ રમી ચુકેલા હોકી પ્લેયર ગિરીથ બાથમે ચાઇનીઝ દોરીથી જીવ ગુમાવ્યો છે. મૃતક યુવક ગિરીશ બાથમ દંતેશ્વર વિસ્તારનો રહેવાસી હતો. નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે આ કરૂણ ઘટના બની હતી. 

આ પણ વાંચો : 

ગિરીશ બાથમ નવાપુરાના રબારી વાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઇકે ચાઇનીઝ દોરી તેને આડે આવી હતી. જેથી ગિરીશ બાથમનું ગળું કપાઇ ગયું હતું. ચાઇનીઝ દોરીથી ગિરીશના ગળાની તમામ નસો કપાઇ ગઇ હતી અને તે મોતને ભેટ્યો હતો. 

લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન ગિરીશ બાથમનું મોત નિપજ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news