ઉદય રંજન/અમદાવાદ :સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 


સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઈશનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે સેવન્થ ડે સ્કુલ આવેલી છે. ત્યારે સ્કૂલના ધાબા પર શેડ દૂર કરતા સ્પાર્ક થતા આગ લાગી હતી. શાળાના ધાબા પર લગાવેલ શેડને દૂર કરતા સમયે વેલ્ડિંગ વખતે સ્પાર્ક થતા ભડકો થતા આગ લાગી હતી. જોકે, ફાયર સેફટીના સાધનોથી ધાબા પરની આગને તરત કાબૂમાં લેવાઈ ગઈ હતી. આ આગને બૂઝવવામાં ફાયર વિભાગની પણ મદદ લેવાઈ હતી. 


શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા


જોકે સવારે સાત કલાક પહેલા લાગેલ આગ સમયે શાળા સકુંલમા વિદ્યાર્થીઓની હાજરી ન હોવાને કારણે મોટી રાહત થઈ હતી. પણ, સ્કૂલ કે કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો કેટલા જરૂરી છે, તે આ ઘટનાથી જાણવા મળે છે. જો સુરતની ઘટનામાં પણ ફાયર સેફ્ટીના સાધનો હોત તો સુરતના વિદ્યાર્થીઓનો જીવ પણ બચી જ જાત. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV