શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા
રાષ્ટ્રપતિ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થઈ રહેલા મંત્રીઓ શપલ લેવા દરમિયાન ગરબડી કરતા ટોક્યા હતા. જેમાં સામેલ હતા ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયા પણ. તેમણે પણ શપથ લેતા સમયે ભૂલો કરી હતી.
Trending Photos
અમદાવાદ :રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 58 મંત્રીઓ તેમજ ગુપ્તતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ દરમિયાન કેટલીક રસપ્રદ બાબતો જોવા મળી. રાષ્ટ્રપતિ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થઈ રહેલા મંત્રીઓ શપલ લેવા દરમિયાન ગરબડી કરતા ટોક્યા હતા. જેમાં સામેલ હતા ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયા પણ. તેમણે પણ શપથ લેતા સમયે ભૂલો કરી હતી.
મનસુખ માંડવીયા એ જ નેતા છે, જેઓ ગઈકાલે સંસદમાં સાઈકલ લઈને પહોંચ્યા હતા. મોદી કેબિનેટમાં આ વખતે તેમને બીજીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા ગુપ્તતાના શપથ લેતા સમયે તેઓ પોતાના નામની આગળ મેં લગાવવાનું ભૂલી ગયા હતા. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તરત ભૂલ સુધારી હતી અને ફરીથી તેમના નામની આગળ મેં જોડવાનું કહ્યું હતું. આ સમયે રાષ્ટ્રપતિ આ કહેવા પણ જોવા મળ્યા કે, મંત્રીજી પોતાના નામની આગળ મેં લગાવો.
સાઈકલ પર પહોંચ્યા હતા ભવનમાં
સાઈકલ પર શપથ ગ્રહણ કરવા જવા અંગે માંડવિયાએ કહ્યું કે, મારા માટે સાઈકલ પર શપથ ગ્રહણમાં જવું કોઈ ફેશન નથી. પરંતુ આ મારી પેશન છે. હું સંસદમાં હંમેશા સાઈકલ પર સવાર થઈને જ જઉં છું. તે પર્યાવરણના હિતમાં છે. તેનાથી બળતણમાં બચત થાય છે અને તેનાથી હેલ્થ પણ સારી રહે છે.
બીજા નેતાઓએ પણ ભૂલ કરી
શપથ સમારોહમાં રાષ્ટ્રપતિએ જે બીજા નેતાની ભૂલ સુધારી હતી તેમનું નામ છે ફગ્ગન સિંહ કુલસ્તે અને સાંસદ નિત્યાનંદ રાય. ફગ્ગન સિંહ કુલસ્તે પણ શપથ સમારોહમાં પોતાના નામની આગળ મેં લગાવવાનું ભૂલી ગયા હતા. તો બીજી તરફ, બિહારના સાંસદ નિત્યાનંદ રાય જ્યારે શપથ લઈ રહ્યા હતા, ત્યારે તેઓ અક્ષુણ્ણ બોલી શક્યા ન હતા. રાષ્ટ્રપતિએ તરત તેમને રોકીને અક્ષુણ્ણ બોલવાનું કહ્યું. તેના બાદ રતન લાલ કટારિયા પણ પદ અને ગોપનીયતાની શપથ લેતા સમયે ભૂલ કરતા જોવા મળ્યા. તેમણે પોતાના સંબોધનમાં ‘તમામ પ્રકારના લોકો’ કહેવાનું ભૂલી ગયા હતા. રાષ્ટ્રપતિએ તેમની એ ભૂલ પણ સ્વીકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે