ભરૂચ : ભરૂચમાં આવેલા ઝધડિયાના એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક દિવ્યાંગ બાળકનું મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના લેટેસ્ટ સમાચાર જોવા કરો અહીં ક્લિક


પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડિયામાં આવેલ નરહરી ગલીમાં ચાની લારી ચલાવનાર એક દંપતીના મકાનમાં આગ લાગી હતી. દંપતી વહેલી સવારે કામ માટે બહાર નીકળી જતા, તેમનું અપંગ બાળક ઘરમાં હતુ. ત્યારે ઘરમાં રહેલ જૂના ફ્રીઝનું કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી પાડોશીઓએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ તેઓ દંપતીના બાળકને બચાવી શક્યા ન હતા.


[[{"fid":"197060","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bharuchaag1.JPG","field_file_image_title_text[und][0][value]":"Bharuchaag1.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bharuchaag1.JPG","field_file_image_title_text[und][0][value]":"Bharuchaag1.JPG"}},"link_text":false,"attributes":{"alt":"Bharuchaag1.JPG","title":"Bharuchaag1.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ સમયે ઘરમાં કોઈ ન હોવાથી અપંગ બાળક આગમાં બળીને ભડથુ થઈ ગયો હતો. પોતાના બાળકને ગુમાવતા વાતાવરણ ગમગીન બની ગયું છે.   


ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics