અમદાવાદમાં BRTS બસમા લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી બચ્યો મુસાફરોનો જીવ, નહિ તો...
Fire In BRTS Bus : ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 8.48 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી છે. કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર 10 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. કારણે બસમાંથી ધુમાડાને ગોટેગોટા ઉપર ઉડવા લાગ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં AAP મોટો દાવ રમવાની તૈયારીમાં, આ લોકપ્રિય નેતાને આપશે મોટી જવાબદારી
સવારે 8.30 કલાકની આ ઘટના છે. મેમનગર BRTS બસ સ્ટેશન પર એક BRTS બસ આવી હતી. T 28 મેમનગર સ્ટેશન પર ડોકીંગ એરિયામાં પહેલા BRTS બસની બ્રેક ડાઉન થઈ હતી એના પછી એન્જિનમાં ધુમાડો નીકળ્યો હતો. ડ્રાઈવરને આગળના ભાગમાં ધુમાડો દેખાતા જ તેને મુસાફરોને તાત્કાલિક નીચે ઉતાર્યા હતા. તો બસ સ્ટોપ પર રહેલા સ્ટાફ દ્વારા દરેક પેસેન્જરને બસમાંથી ઉતારી દીધા હતા અને થોડી વધારે ધુમાડા નીકળતા બસ સ્ટોપમાં રહેલા દરેક સ્ટાફ અને પેસેન્જરને તાત્કાલિક ધોરણે બસ સ્ટોપ ખાલી કરાવી સૂચના આપી હતી. આ ઘટનામાં એક પણ મુસાફરને જાનહાનિ થઈ નથી, ડ્રાઈવરની સમયસૂચકતાને પણ જીવ બચી ગયો છે. તમામ મુસાફરો અને ડ્રાઈવર સમયસર બહાર નીકળી ગયા હતા. જે કારણસર કોઈપણને કોઈપણ પ્રકારની જાના હાનિ થઈ નથી.
બસના ડ્રાઈવર દિનેશભાઈએ જણાવ્યું કે, બસ મેમનગર સ્ટેશને આવીને બંધ પડી ગઈ હતી. થોડી વારમાં ધુમાડો નીકળવાનો ચાલુ થતા મેં તાત્કાલિક મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસમાં એ સમયે 40-45 મુસાફરો હાજર હતા. તરત બધાને બહાર કાઢ્યા અને ફાયર વિભાગને કોલ કર્યો હતો.
ઘટના બાદ અન્ય BRTS બસોનું ઓપરેશન સ્ટેશનની બહારની સાઈડથી ચાલુ કરાયુ હતુ.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 8.48 ફાયર વિભાગને કોલ કર્યો હતો, કોલ મળતા અમે અહી પહોંચી ગયા હતા. 10 મિનિટમાં જ આગ પર કાબૂ, ડ્રાઈવરની સમયસૂચકતાને કારમએ જીવ બચ્યો છે. જોકે, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. ટેકનિકલ એક્સપર્ટ જ તેનુ કારણ કહી શકશે.