રવિ અગ્રવાલ, વડોદરા: શહેરની SSG હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાનાં કોવિડ વોર્ડમાં આગ લાગવાની ઘટનાને પગલે ભાગદોડ મચી ગઇ હતી. આગનું કારણ જો કે હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે સ્ક્રીનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ભડકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઘટના અંગે જાણ થતા ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે પોલીસનાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર : શહેરનો રિંગરોડ બિસ્માર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

બીજી તરફ શહેરનાં મેયર જીગીશા બહેનને પણ ઘટના અંગે માહિતી મળતા તેઓ દોડી આવ્યા હતા. તેમણે પણ ઘટના અંગે માહિતી મેળવી હતી. તમામ અસરગ્રસ્ત દર્દીઓને તુરંત જ વોર્ડની બહાર ખસેડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડીસીપી સંદીપ ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોઇ પણ વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પણ માહિતી મળી રહી નથી. તમામ હોસ્પિટલના સ્ટાફ, પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા નીચે અને પહેલા માળે ખસેડી લેવામાં આવ્યા હતા.


મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતોએ બચેલા કુચેલા પાકની લણણી કરવાની શરૂઆત કરી


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, જામનગર અને હવે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 300 બેડની હોસ્પિટલમાં 15 વોર્ડનાં આઇસીયું વોર્ડમાં આગની ઘટના બની છે. તમામ દર્દીઓને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બિલ્ડિંગમાં કોઇ મોટી આગ નહી હોવાનું સામે આવ્યું છે. તમામ દર્દીઓની સારી રીતે સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. 


ભાજપના નેતાઓમાં કોરોના વિસ્ફોટ, સાંસદ હસમુખ પટેલ બાદ પ્રવક્તા ભરત પંડ્યા પણ સંક્રમિત...


રાજ્યમાં વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ (Vadodara SSG Hospital fire) ICU માં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલનાં કોવિડ વોર્ડનાં આઇસીયુમાં આગની ઘટના બની હતી. આગ લાગતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓને બચવા માટે દોટ મુકી હતી. એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરની લાંબી લાઇનો લાગી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓએ પોતાનાં જીવ બચાવવા માટે હોસ્પિટલમાં ભાગદોડ ચાલુ કરી હતી. 


રાજકોટ ભાજપમાં ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ જેવો માહોલ, હાર્દિક પટેલની છે ચાંપતી નજર 

વડોદરાના કાલાઘોડા સર્કલથી ગોત્રીમાં આવેલા અન્ય કોવિડ હોસ્પિટલ વચ્ચે 4.6 કિલોમીટરનું અંતર હતું. જેમને જીવના જોખમે લઇ જવાયા હતા. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150 થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ઘટના થઇ હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને શિફ્ટિગના કામગીરીમાં રહેલા ડોક્ટર્સ, નર્સ, ફાયર અને પોલીસના જવાનોને પીપીઇ કીટ વગર જ કામગીરીમાં જોડાયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube