દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, 15 કર્મચારીઓ દાઝ્યા, 2 ના મૃતદેહ મળ્યાં
હાલ સમગ્ર ગુજરાતમાં હવામાનની આગાહી છે, ત્યાં ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. તો બીજી તરફ, આગને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને પગલે સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો જવા રવાના થયા હતા. જોકે, આગને પગલે આસપાસના 3 જેટલા ગામોને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરત ચૂડાસમા/ભરૂચ :હાલ સમગ્ર ગુજરાતમાં હવામાનની આગાહી છે, ત્યાં ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. તો બીજી તરફ, આગને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને પગલે સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો જવા રવાના થયા હતા. જોકે, આગને પગલે આસપાસના 3 જેટલા ગામોને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’
દહેજની યશસ્વી રસાયણ નામની કંપનીના SO2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમા નાસભાગ મચી ગઈ હતી. ત્યારે આગમાં કર્મચારીઓ દાઝ્યાના બનાવ બન્યા છે. લગભગ 15 થી વધુ કર્મચારીઓ દાઝ્યા છે. જેઓને ભરૂચની અને અન્ય કંપનીઓની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો સાથે જ 2 કામદારોના મોત નિપજ્યાં છે.
નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું
આગમાં 4 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા, અન્ય કમદારોને નાની મોટી ઈજાઓ થઈ છે, બે કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આગ બાગ બંને કામદારોના મૃતદેહ પ્લાન્ટમાં દેખાયા હતા. ભારે જહેમત બાદ વિવિધ કંપનીના ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગેલ પ્લાન્ટમાં હાલ હાઇડ્રોજન ગેસનું ટેન્કર હોવાથી તેના કુલિંગની પ્રક્રિયા હજી પણ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર