કતારગામના કાસાનગરમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ થયો રાખ
આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
ચેતન પટેલ, સુરત: કતારગામના કાસાનગર વિસ્તારમાં સોમવારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના લીધે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો.જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...
મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના કતારગામના કાસાનગર વિસ્તારમાં આગની ઘટના સર્જાઇ હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના 9 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તબક્કે આ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube