• અમરેલીના ખાંભામાં લાપાળા ડુંગરમાં 2 દિવસથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ

  • સિંહ અને દીપડાના રહેણાંક વિસ્તાર આગ લાગી હોવાથી વન વિભાગની વધી ચિંતા...


કેતન બગડા/અમરેલી :અમરેલીમાં સિંહોના ટોળા જે વિસ્તારમાં ફરે છે તે ખાંભાના લાપાળા ડુંગરામાં ભયાનક આગ ફાટી નીકળી છે. લાપાળાના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી, જે હજી સુધી કાબુમાં આવી નથી. આગ લાગતા જ વન વિભાગ એલર્ટ થઈ ગયુ છે. અમરેલીના ખાંભામાં લાપાળા ડુંગરમાં 2 દિવસથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. સિંહ અને દીપડાના રહેણાંક વિસ્તાર આગ લાગી હોવાથી વન વિભાગની ચિંતા વધી ગઈ છે. આગ જલ્દી કાબૂમાં આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાંભાના લાપાળાના ડુંગરાળ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને સિંહોનો મોટી સંખ્યામાં વસવાટ હોય છે. તમે આ વિસ્તારમાં જાઓ તો તમને અચૂક સિંહો ફરતા જોવા જ મળશે. ત્યારે આ જ વિસ્તારમાં આગ ફાટી નીકળી છે. લાપાળઆના ડુંગરમાં લાગેલી આગ ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહી છે. તો બીજી તરફ, ઝડપથી પ્રસરી રહેલા ડુંગરોમાં લાગેલી આગને બુઝાવવા વન વિભાગ પણ પાછળ પડી રહ્યું છે. આગ વધુ પ્રસરે નહિ તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. 


મંદિર છે કે વેબસીરીઝ? વિવાદોમાં સોખડા મંદિરનો આવ્યો વધુ એક એપિસોડ


અમરેલીના ખાંભામાં લાપળા ડુંગરમાં જ્યાં આગ લાગી છે, તે સિંહ અને દીપડાના રહેણાક વિસ્તાર છે. સતત બે દિવસ ડુંગરમાં આગ ભભૂકી રહી છે. દૂરથી પસાર થતા લોકોને પણ આ આગ સ્પષ્ટ દેખાય છે. ત્યારે 7 જેટલા ફાયર ફાયટરો આગ પર કાબૂ મેળવવા જહેમત કરી રહ્યા છે. કારણ કે, લાપાળા ડુંગરની બાજુમાં આવેલા મીતિયાળા જંગલમાં મોટી સંખ્યામાં સિંહો વસે છે. જિલ્લા કલેક્ટર, પ્રાંત કલેક્ટર અને માલતદાર સહિતના અધિકારીઓ પણ આગ બાદ ઘટના સ્થળે છે અને સતત તેના પર નજર રાખી રહ્યાં છે. આગ વધુ આગળ ન વધે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ધીમે ધીમે આગ ઓછી થઈ રહી છે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં આગ યથાવત છે.


ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર ઉનાળે જંગલ વિસ્તારો અને ડુંગરામાં આવી આગ લાગતી હોય છે. ઉનાળામાં વિશ્વભરના જંગલોમાં દાવાનળની જેમ આગ લાગતી હોય છે. અનેક વૃક્ષો બળીને ખાખ થઈ જતા હોય છે.