મંદિર છે કે વેબસીરીઝ? વિવાદોમાં સોખડા મંદિરનો આવ્યો વધુ એક એપિસોડ

સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના વિવાદનો મામલો જાણે કોઈ વેબસીરિઝ જેવો આગળ વધી રહ્યો છે. એક પછી એક એપિસોડ આવી જ રહ્યા હોય તેવા આક્ષેપો અને ચર્ચા ઉઠી રહી છે. સોખડા મંદિરનો ગાદીપતિ વિવાદ હવે રાજકારણ જેવો બની ગયો છે. ત્યારે ધૂળેટીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રબોધ સ્વામીના જૂથના લોકોએ વીડિયો બહાર પાડી ગંભીર આક્ષેપો કર્યા કે, હોળી ધૂળેટીના દિવસે ગણતરીના જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. 

મંદિર છે કે વેબસીરીઝ? વિવાદોમાં સોખડા મંદિરનો આવ્યો વધુ એક એપિસોડ

રવિ અગ્રવાલ/વડોદરા :સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના વિવાદનો મામલો જાણે કોઈ વેબસીરિઝ જેવો આગળ વધી રહ્યો છે. એક પછી એક એપિસોડ આવી જ રહ્યા હોય તેવા આક્ષેપો અને ચર્ચા ઉઠી રહી છે. સોખડા મંદિરનો ગાદીપતિ વિવાદ હવે રાજકારણ જેવો બની ગયો છે. ત્યારે ધૂળેટીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રબોધ સ્વામીના જૂથના લોકોએ વીડિયો બહાર પાડી ગંભીર આક્ષેપો કર્યા કે, હોળી ધૂળેટીના દિવસે ગણતરીના જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. 

સોખડા મંદિર ભક્તો માટે બંધ હોવા છતાં અનેક ભક્તો મંદિરમાં આવ્યા હતા. ત્યારે ધૂળેટીના પર્વ દિવસે સોખડા આસોજના ભક્તોને જ મંદિરમાં પ્રવેશ અપાયો હતો. પ્રબોધ સ્વામીના જૂથના લોકોએ વીડિયો બહાર પાડી ગંભીર આક્ષેપો કર્યા છે કે, સોખડા મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામીના સમર્થક ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રબોધ સ્વામીના સમર્થક ભક્તોને મંદિરમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને મંદિરમાં ન જવા દેવાયા.

No description available.

પ્રબોધ સ્વામી જૂથના સમર્થક સંજય ચૌહાણે કહ્યુ કે, મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભસ્વામી ભેદભાવ કરી રહ્યા છે. કેટલાક લોકો મંદિરમાં ધુળેટી રમે છે, અમુક ભક્તો મંદિરની બહાર રમે છે. ત્યારે હોળી ધૂળેટીના દિવસે પણ ભક્તોને ભગવાનના દર્શન ન કરવા દેવાયા. પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી ભક્તો સાથે અન્યાય કરી રહ્યા છે. 

No description available.

ઓડિયો વાયરલ થયો હતો 
સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના વિવાદનો મામલે તાજેતરમાં એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. સંત વલ્લભ સ્વામી, જે એમ દવે, પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ હોવાનો દાવો કરાયો હતો. ઓડિયો ક્લિપમાં અક્ષરધામ નિવાસી હરી પ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામીને ગાદી પર બેસાડવાની વાત કરતાં હોવાનું સંતવલ્લભ સ્વામી જણાવી રહ્યાં છે. સાથે જ પ્રબોધ સ્વામીને ગાદી પર નહિ બેસાડાય તો સમાજના બે ટુકડા થઈ જશે તેવી પણ વાત કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની જાહેરાત કરાઈ છે. સોશિયલ મીડિયાના ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભક્તોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત મંદિરની ગરિમા લજવે તેવા શરમજનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કલેક્ટર ઓફિસ પર પહોંચેલા પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના અનુયાયીઓએ એકબીજા સાથે ઘર્ષણ કર્યું, સાથે જ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news