સુરતમાં મારૂતિ મિલમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, બ્રિગેટ કોલ જાહેર
છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની બીજી ઘટના બની છે.
સુરતઃ શહેરમાં આગ લાગવાની ઘટના સતત ચાલુ છે. રાત્રે સાલું ડાઇંગ મીલમાં આગ લાગ્યા બાદ અત્યારે સાલું મિલની બાજુમાં આગેલ મારૂતિ મિલમાં આગ લાવી છે. આગ પર કાબુ મેળવવા માટે 25થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મારૂતિ મિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે.
આ પહેલા મોડી રાત્રે સાલું મિલમાં આગ લાગી હતી. દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મોડી રાતે 2 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ. પાંડેસરા જીઆઈડીસી મિલમાં ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો. દુર્ઘટના ઘટી ત્યારે મિલમાં આશરે 100 જેટલા કામદારો કાર્યરત હતાં. આ દુર્ઘટનામાં હાલ 30 કામદારો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો છે. જેમાંથી 3 કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસર GIDCમાં આવેલી મિલમાં રાતે 2 વાગ્યે શાલુ ડાઈંગ મિલનો ત્રીજા માળનો સ્લેબ તૂટી પડ્યો. જેવો સ્લેબ તૂટ્યો કે તરત જ જેટ મશીનમાં આગ ફાટી નીકળી હતી. મિલમાં ડાઈંગ પ્રિન્ટિંગનું કામ ચાલુ હતું. આ દુર્ઘટનામાં 30 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઈમરજન્સી કોલ જાહેર કરાયો છે