કિરણસિંહ ગોહિલ/સુરત :ભરૂચની એક કેમિકલ કંપનીમાં બે દિવસ પહેલા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 કામદારોના મોત નિપજ્યા હતા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે સુરતના ઓલપાડના બરબોધન ગામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઓલપાડની ગરામ પેપર મિલમાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જેમાં કંપનીના 4 થી 5 કામદારો દાઝ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. 
મિલમાં તત્કાલ સારવારનો અભાવ જણાતા ઇજાગ્રસ્ત કામદારો સારવારના અભાવે 1 કલાક સુધી મિલની ડિસ્ટેલરી રૂમમાં જ પડી રહ્યા હતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. 


ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી કોંગ્રેસ, 8 ધારાસભ્યોના રાજીનામા બાદ મોવડી મંડળ દોડતું થયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇજા પામેલ કામદારના નામો : 


1)સુરેન્દ્ર જાદવ (ઉ.૩૫ વર્ષ)


2) મનોજ યાદવ  (ઉ.૩૨ વર્ષ)


3) બ્રિજેશ મુખિયા ( ઉ.૨૮ વર્ષ)


રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને બચાવવા જરૂરી બન્યું, આજે રિસોર્ટમાં બેઠક  


ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બપોરે અચાનકબ્લાસ્ટ થયો અને આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી ધુમાળાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા હતા. તો 50 જેટલા લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર