રાજકોટ : નિરાલી રિસોર્ટના રૂમમાં લાગી આગ, 8 કર્મચારી દાઝ્યા, રૂમનો દરવાજો બહારથી બંધ કેમ હતો?
રાજકોટ (Rajkot) ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ (Nirali Resorts) માં પાછળના રૂમમાં આગ (Fire) ફાટી નીકળી હતી. જેથી અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. તમામ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ (Rajkot) ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ (Nirali Resorts) માં પાછળના રૂમમાં આગ (Fire) ફાટી નીકળી હતી. જેથી અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. તમામ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાંક રૂમમાં એકાએક આગ લાગી હતી. જેમાં રિસોર્ટમાં કેટરિંગનું કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા છે. તમામને ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જોકે, આગ લાગી કે કોઈએ લગાડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આ આગમાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓનું કહેવુ છે કે, આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હતો. ત્યારે આગ લાગી એ સમયે બહાર દરવાજો કોણે બંધ કર્યો તેની પણ તપાસ કરાશે.
આગમાં દાઝેલા કર્મચારીઓ
- રાજુભાઇ લબાના
- લોકેશ લબાના
- હિતેશ લબાના
- દેવીલાલ લબાના
- લક્ષ્મણ લબાના
- દિપક લબાના
- શાંતિપ્રસાદ લબાના
- ચિરાગ લબાના
હાલ પોલીસ દ્વારા આગની તપાસ કરવા FSL ની મદદ લેવામાં આવી રહી છે. આગ લાગી કે લાગવાઈ તે FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.