ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના ગોંડલ રોડ પર આજે સવારે ભારે અફરાતરફી મચી ગઈ હતી. ગોંડલ રોડ પર આવેલ ટીવીએસ બાઈકના શોરૂમમાં ભયાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા ઉપર ઉડ્યા હતા. શોરૂમમાં અચાનક લાગેલી આગના કારણે નવા અનેક વાહનો બળીને ખાખ થયા હતા. જેથી ફાયર બ્રિગેડની 2 થી વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે ખબર ન હતી, પરંતું જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેને કારણે અફરાતરફ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ પણ દોડતી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શો-રૂમમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં રહેલા કાર અને બાઈક તેમજ અન્ય સામાન બળી ગયો હતો.