Mahisagar Fire ભદ્રપાલસિંહ સોલંકી/ મહીસાગર : સંતરામપુર શહેરમાં આવેલ કોલજ રોડ ખાતેના ગાંધી મોટર્સ નામના હોન્ડા બાઇક શો રૂમમાં ભીષણ આગ ભભૂકતા 100 જેટલી બાઇક બળીને ખાખ થઈ હતી. જેમાં એકથી દોઢ કરોડ નુકસાનની આશંકા છે.  સંતરામપુર નગર પાલિકાનું ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાથી 50 કિલોમીટર દૂર ઝાલોદ અને લુણાવાડાથી ફાયર બ્રિગેડને બોલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં આગે આખા શો રૂમને ઝપેટમાં લઈ લેતા આખો શો રૂમ બળીને ખાખ થયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પાણીના ટેન્કર લઈ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે અહીં સવાલ એ ઉદભવે છે કે, ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર ખુદ અહીંયાના વતની છે અને સંતરામપુરમાં જ રહે છે. ત્યારે મંત્રીના ગામમાં જ ફાયર બ્રિગેડ બંધ હાલતમાં છે. વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંતરામપુર શહેરના નર્સિંગપુર પાસે આવેલ ગાંધી મોટર્સ હોન્ડા શો રૂમમાં રાતના સમયે સમયે ભીષણ આગની ઘટના બની છે. જેમાં અંદાજીત 100 જેટલી બાઇકો અને શો રૂમમાં રાખેલ એસેસરીઝ, સ્પેરપાર્ટ, ઓઇલ સહિત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગ લાગવા પર સ્થાનિક લોકો મદદે આવ્યા હતા, સ્થાનિકોએ કહ્યું કે, અમને અહીંયા આગ લાગી એવો કોલ આવતા અમે પાણીનું ટેન્કર લઈ દોડી આવ્યા હતા અને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો : 


આજે ખરો ખેલ : GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી જંગ


ઐતિહાસિક ચુકાદો : રિડેવલપમેન્ટમાં 75% સભ્યોની જ મંજૂરી જરૂરી, અમદાવાદીઓને કરશે અસર


અંદાજીત 4 થી 5 જેટલા પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. તો અન્ય સ્થાનિકે જણાવ્યું કે, સંતરામપુર નગરપાલિકામાં ફાયર ફાઈટર બગડેલી હાલતમાં હોવાના કારણે છેક દૂર 50 કિલોમીટર ઝાલોદથી અને લુણાવાડા ખાતેથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવી પડે છે. તેમને આવતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. જેમાં સ્થાનિકોએ ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સંતરામપુર નગર પાલિકાનું ફાયર ફાઇટર બંધ હોવાના કારણે છેક ઝાલોદ અને લુણાવાડાથી ફાયર ફાઇટર બોલાવવું પડ્યું અને એટલા લાંબા સમયમાં શો રૂમમાં આગ બધે જ પ્રસરી ગઈ. જેના કારણે શો રૂમ માલિકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 


સંતરામપુર નગર પાલિકાનું ફાયર ફાઇટર કામ ન લાગતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને હાલ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના શિક્ષણ મંત્રી ખુદ સંતરામપુરના વતની છે અને તેઓ સંતરામપુરમાં જ રહે છે. તો પણ પોતાના મત વિસ્તારમાં ફાયર બ્રિગેડ કાર્યરત નથી. જેથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યોગ્ય સમય સર મદદ ન મળતા લોકો રોષે ભરાયા છે. જો સંતરામપુર શહેરમાં ફાયર બ્રિગેડ કાર્યરત હોત અને સમયસર આવી જાત તો કદાચ આટલું મોટું નુકસાન ન થાત. 


આ પણ વાંચો : કોલ્ડવેવમાં સૌથી પહેલા કરો આ કામ, આ જરૂરી ટિપ્સ તમને કાતિલ ઠંડીથી બચાવશે