ગૌરવ પટેલ/અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આવેલા F બ્લોકમાં આગ લાગી હતી. ફ્લેટમાં આગ લાગતા 14 ફાયર જવાનો અને એક્સલેટર સહિતની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. આગ સમગ્ર ઘરમાં પ્રસરી ગઇ હતી અને ફાયરની ટીમે આગને કાબુમાં ભારે જહેમત ઉઠાવવી એક કલાકે આગ પર કાબુ મેળવ્યો ચે. આગના પગલે લોકોમાં દોડધામ મચી હતી. પાલડીના શાંતિવન ચાર રસ્તા પરના સત્વ ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગ્યાની જાણ થતા ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથરસ ઘટનાના વિરોધમાં સફાઇ કર્મચારીઓની મંગળવારે એક દિવસીય હડતાળ

આગ કયા કારણથી લાગી છે તે જાણી શકાયું નથી. આજે સાંજે સત્વ ટાવરના એફ બ્લોકનાં છઠ્ઠા માલે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. બાજુમાં બાજુમાં રહેતા એક સીનિયર સિટિઝન દ્વારા ફાયરમાં જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાંચ ફાયર ઓફીસર સહિત અનેક સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જો કે કોઇ જાનહાની થઇ નહોતી. આગ લાગતા બ્લોકના કેટલાક લોકો ધાબે જતા રહ્યા હતા તો કેટલાક નીચે ઉતરી ગયા હતા. 


વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.68 લાખનો દારૂનો જથ્થો મળ્યો, PI-PSI સસ્પેન્ડ

હાલ તો તમામ લોકો સલામત છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ હાલ આગને ઠાર્યાબાદ કુલિંગની કામગીરી ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગની ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો પણ કેટલાક કુતુહલવશ અને કેટલાક ડરના કારણે નીચે ઉતરી આવ્યા હતા. લોકોનાં ટોળાને કારણે ફાયરને આગ શમનની કામગીરીમાં અડચણ આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube