• મોટી આગ લાગે તે પહેલાં જ તેને બૂઝાવી દેવાઇ હતી. સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે મોટી ઘટના ટળી હતી.

  • વડોદરાની SSG હોસ્પિટલમાં તાજેતરમાં જ આગ લાગવાનો બનાવ બન્યો હતો.


હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગની ઘટના હજી તાજી જ છે, ત્યાં ફરી એકવાર આગ (fire in hospital) ની ઘટના બની છે. જોકે, વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital) માં આગનું છમકલું થયું હતું. આજે રવિવારે એસએસજી હોસ્પિટલનાં ન્યૂરો વોર્ડમાં આગનું છમકલું થયું હતું. મીટર રૂમમાં વાયરિંગ બળવાથી તણખા ઝર્યા હતા. જોકે, મોટી આગ લાગે તે પહેલાં જ તેને બૂઝાવી દેવાઇ હતી. સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે મોટી ઘટના ટળી હતી. ઘટના સમયે ન્યુરો વોર્ડમાં 45 દર્દીઓ દાખલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video


વડોદરાની SSG હોસ્પિટલમાં તાજેતરમાં જ આગ લાગવાનો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં પ્રથમ માળે લાગેલી આગમાં જલ્દી જ કાબૂ મેળવાયો હતો. જેને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાંથી 38 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી 3 દર્દીઓને ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય દર્દીઓને સયાજી હોસ્પિટલના બીજા માળે ખસેડાયા હતા. સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા, સાથે જ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તો બીજી તરફ, રાજ્યમાં અતિચર્ચાસ્પદ ધમણ વેન્ટીલેટર (dhaman ventilator) આ આગને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલમાં ધમણ 1 વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો ખુલાસો થયો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. 


આ પણ વાંચો : ગુજરાત સરકારની મહિલાઓને મોટી ભેટ, આપશે ઝીરો ટકા વ્યાજે લોન


એસએસજી હોસ્પટલના તંત્રએ આગ લાગ્યા પછી કૂવો ખોદ્યો
એસએસજી હોસ્પિટલનું મોટું તંત્ર આગની ઘટના બાદ એક્શનમાં આવ્યું હતું, જાણે તેઓ કોઈ ઘટનાની રાહ જોઈને બેસ્યા હતા. આજે રવિવારે કોવિડ સેન્ટરની બાજુમા આવેલી કેન્ટીનનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. કેન્ટીન સંચાલકે ચૂકવતા ભાડા કરતા 8 ગણું દબાણ કર્યું હતું. આગ લાગી ત્યારે ફાયરના ભારે વાહનોને કેન્ટીન અડચણરૂપ બની હતી. જેના કારણે કેન્ટીનનુ ગેરકાયદે બાધકામ તોડી પડાયું છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું, મુખ્ય આરોપી શહેઝાદ ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતો