મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
  • ખુદ રિયા ચક્રવર્તી તેને પોતાના મોબાઈલથી રેકોર્ડ કરી રહી છે. આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત બીમાર અને પરેશાન દેખાઈ રહ્યાં છે. 
  •  રિયા ચક્રવર્તીના પિતા ખુદ ડોક્ટર છે, તેઓએ સુશાંત રાજપૂતની મદદ કેમ ન કરી

ઝી મીડિયા/બ્યૂરો :DNA માં મંગળવારે સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના 2 પ્રાઈવેટ વીડિયો બતાવાયા હતા. જ્યારે આજે સુશાંતનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પણ આ વર્ષના ફેબ્રુઆરી મહિનાનો છે. જેને મુંબઈમાં રિયા ચક્રવર્તી (Riya Chakraborty) ના ઘરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે, ખુદ રિયા ચક્રવર્તી તેને પોતાના મોબાઈલથી રેકોર્ડ કરી રહી છે. આ વીડિયો (Shushant Unseen Video) માં સુશાંત સિંહ રાજપૂત બીમાર અને પરેશાન દેખાઈ રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે, તે નશામાં છે અને તેમનો પોતાના પર કન્ટ્રોલ નથી. તેમના ચહેરાના હાવભાવ તેજીથી બદલાઈ રહ્યાં છે. તેઓ ક્યારેક પરેશાન દેખાઈ રહ્યા છે, તો ક્યારેક બેકાબૂ દેખાઈ રહ્યાં છે. 

જુઓ સુશાંતનો ત્રીજો unseen video : 

તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીના પિતા લેફ્ટિનન્ટ કર્નલ ઈન્દ્રજીત ચક્રવર્તી પણ ડોક્ટર છે. વર્ષ 1988માં તેમણે પૂણેની ફેમસ Armed Forces Medical College માંથી ડિગ્રી લીધી હતી. તેઓ ભારતી સેનાથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. જોકે, લાંબા સમય સુધી તેઓ સેનામાં ડોક્ટર તરીકે સેવા બજાવી ચૂક્યા છે. 

હવે આ વીડિયો પર સવાલ ઉઠે છે કે, શું રિયા ચક્રવર્તીના પિતાને પણ એ સમજમાં ન આવ્યું કે સુશાંત રાજપૂતની હાલત કેટલી ખરાબ છે. રિયા ચક્રવર્તીના પિતા ખુદ ડોક્ટર છે, તેઓએ સુશાંત રાજપૂતની મદદ કેમ ન કરી. તેઓએ સુશાંતને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવો જોઈતો હતો. પરંતુ એવુ લાગે છે કે, જાણે લેફ્ટિનન્સ કર્નલ ડોક્ટર ઈન્દ્રજીત ચક્રવર્તી પણ કદાચ સુશાંત સિંહ રાજપૂતને આવી હાલતમાં જોવા ઈચ્છતા હતા. આખરે શા માટે.... 

સુશાંત સિંહના રાજપૂતના પ્રાઈવેટ વીડિયોને લઈને વિવિધ પ્રતિક્રિયા મળી રહી છે. અનેક લોકો બહુ જ નારાજ છે, તેઓને લાગે છે કે, આ વીડિયોથી રિયા ચક્રવર્તીને મદદ મળશે. કેટલાક લોકોને એમ પણ લાગે છે કે, સુશાંતના અંગત ક્ષણોના આ વીડિયોને બતાવવું યોગ્ય નથી. લોકો ઈચ્છે છે કે, આ કેસમાં ન્યાય થાય અને દોષિતોને સજા મળે. જેઓ સુશાંત સિંહ રાજપૂત જેવા પ્રતિભાવાન અભિનેતાની આ હાલત માટે જવાબદાર છે. 

ZEE NEWS  પણ આ જ ઈચ્છે છે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ZEE NEWS એ સમગ્ર રીતે જવાબદારીથી રિપોર્ટિંગ કર્યું છે. કારણ કે, અમારા માટે વાત ન્યાયની છે. કોઈ સનસની પેદા કરીને TRP ભેગી કરવાની નથી. 

વીડિયોની 5 મોટી વાત :

  • સુશાંત સિંહ રાજપૂતના નવો વીડિયો જોયા બાદ પહેલીવાર લોકો કહી રહ્યા છે કે, આખરે રિયા ચક્રવર્તી આ વીડિયો કેમ આ વીડિયો બનાવી રહી છે. આવા કોઈ પ્રસંગના વીડિયો બનાવવા પાછળ તેનો શું હેતુ છે
  • બીજી વાત એ કે, રિયા ચક્રવર્તી જ્યારે આ વીડિયો બનાવી રહી છે તો એ વાતનું ધ્યાન રાખે છે કે, તેનો રોલ પોઝિટિવ દેખાય. તેથી તે વીડિયોમાં સારી સારી વાતો કરી રહી છે.
  • ત્રીજી વાત એ કે, શું રિયા ચક્રવર્તીએ જ ડ્રગ્સ આપીને સુશાંતને આ પરિસ્થિતિ સુધી પહોંચાડી છે. તો શું તે આવા વીડિયો બનાવીને તેને સબૂત તરીકે મૂકવા માંગતી હશે 
  • ચોથી વાત એ કે, સુશાંત સિંહ રાજપૂત જો બીમાર હતા તો રિયા ચક્રવર્તી તેઓને ડ્રગ્સ કેમ આપી હતી. રિયા ચક્રવર્તી જાણતી હતી કે, સુશાંતને ડિપ્રેશનની દવા આપવામાં આવી રહી છે. આ દવાઓની સાથએ જો કોઈ ડ્રગ્સ લે તો તે જાનલેવા સાબિત થઈ શકે છે.
  • પાંચમી મહત્વની વાત એ છે કે, જો સુશાંતની હાલત આટલી ખરાબ હતી તો રિયા ચક્રવર્તીએ તેને હોસ્પિટલમાં દાખલ કેમ કરી. અથવા તો જ્યારે તે તેને છોડીને જઈ રહી હતી તો તેના પરિવારજનોને આ હાલત વિશે જણાવ્યું કેમ નહિ. પરિવારજનોને સુશાંતની હાલતથી કેમ બેધ્યાન રખાયા. 

આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news