હાર્દિક દિક્ષિત, વડોદરા: વડોદરા (Vadodara) ના અટલાદરા (Ataladara) વિસ્તારમાં જ્યુપીટર હોસ્પિટલ (Jupiter Hospital) આવેલી છે. જ્યુપીટર હોસ્પિટલ (Jupiter Hospital) ની ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં કાર મુકી રાખવામાં આવી હતી. શુક્રવારે બપોરે ખુલ્લી જગ્યામાં મુકેલી કારમાં એકાએક આગ (Fire) લાગવાની ઘટના બની હતી. આગ (Fire) ત્વરિત ફેલાવવાને કારણે એક પછી એક ચારેય કાર લપેટમાં આવી ગયા હતા. સ્થાનિકોનું ધ્યાન સમગ્ર ઘટના પર જતા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Petrol ના ભાવમાં વધારો છતાં કારનું વેચાણ 3 ગણું વધ્યું, લો બોલો, ક્યાં મોંઘવારી નડે છે!


ફાયર (Fire) ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ (Fire) પર કાબુ મેળવવાની કામગીરી આરંભી હતી. આગ (Fire) લાગવા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થઇ શક્યું નથી. વિસ્તારમાં એકાએક કાર (Car) માં આગ લાગવાને કારણે એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ ફાયરના લાશ્કરોની કામગીરીને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Olympics 2021: 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે


અત્રે ઉલ્લેખનીય છે કે. શહેર (Vadodara) માં વાહનમાં આગના બનાવો સામે આવતા હોય છે. પરંતુ અટલાદરા (Ataladara) વિસ્તારમાં લાગેલી આગને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે. ખુલ્લી જગ્યામાં મુકેલી કારમાં આગ (Fire) લાગવાને કારણે લોકો અનેક પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જો સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મામલો વધુ સ્પષ્ટ થઇ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube