અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદનાં મહેમાન બન્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જો કે બંન્ને નેતાઓનો કાફલો જે ગેટમાંથઈ સ્ટેડિયમમાં પ્રવેશવાનો હતો તે ગેટ નજીક આવેલા ઝુંપડામાં અચાનક આગ લાગી ગઇ હતી. અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નિકળતા સમગ્ર તંત્રનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિરામીક ઉદ્યોગનો કાળા દિવસો: સાઉદીમાં ચીન કરતા બમણી એન્ટી ડમ્પીંગ ડ્યુટીની તૈયારી?
ફાયર વિભાગ દ્વારા તત્કાલ ઝુંપડામાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. મોટેરા ખાતે વણઝારાનાં ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી ગઇ હતી. જો કે હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર 300 મીટર દુર હોવાથી સમગ્ર તંત્રનો જીવ તાળવે ચોંટ્યો હતો. ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી. હાલ તો આગને કાબુમાં લઇ લેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube