Ahmedabad New અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ બનયો છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ અવધ આર્કેડમાં આગ લાગતા કેટલાક લોકો ફસાયા હતા. ફાયરબ્રિગેડના 10 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહી આગમાં ફસાયેલા લોકોએ સ્વયંભૂ છલાંગ લગાવી પોતાનો બચાવ કર્યો હતો. બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગતા ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાયો હતો. જેના બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત 4 લોકોના રેસ્ક્યુ કરાયા છે. પહેલા માળે કાચ તોડી ધુમાડોનો નિકાલ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયર વિભાગે જણાવ્યું કે, ફાયર વિભાગને અવધ હોસ્પિટલની લિફ્ટમાં આગ લાગી હોવાની કોલ મળ્યો હતો. પરંતું અહી આવતા જાોયુ કે, બેઝમેન્ટમાં આગ લાગી હતી. લગભગ એક કલાક બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આગ બાદ આખી બિલ્ડીંગ ધુમાડાની ઝપેટમાં આવી હતી. આ આગ કયા કારણોસર લાગી હતી, તે હજી જાણી શકાયુ નથી. પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાય હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 


5 રાજ્યોમાં જીત માટે ભાજપનો માસ્ટરપ્લાન : ગુજરાતના આ નેતાઓની ફૌજ પ્રચારમાં ઉતારશે


સીડી પહેલા માળ સુધી લાંબી કરાઈને ફાયર બિગ્રેડના જવાનો અંદર ગયા હતા, તેઓએ ધુમાડા વચ્ચે લોકોને બચાવવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઈમારતમાં માત્ર હોટલ જ નહિ, પરંતુ કેટલાક કારનો શો રૂમ, દુકાનો, રેસ્ટોરન્ટ પણ આવેલી છે. જેથી આખા કોમ્પ્લેક્સમાં અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડીંગમાંથી ધુમાડો બહાર નીકળી શકે તે માટે કાચ તોડવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ ધુમાડો દૂર કરવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી હતી. 
 


ગીરની ગલીઓમાં દીપડાનો આતંક, મટાણામાં 24 કલાકમાં દીપડાએ 3 લોકો પર હુમલા કર્યા



ચાર લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાને પગલે આખી બિલ્ડીંગ ખાલી કરાવી દેવાઈ હતી. ઈમારતમાં આવેલા ઓફિસમાં પણ કામ કરતા કર્મચારીઓને પણ સલામત રીતે બહાર કઢાયા હતા. જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.