ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચ શહેરના હાર્દસમાં પાંચબત્તી વિસ્તારમાં સોમવારે ભર બપોરે ૨ મોટરસાયકલ પર આવેલા ૪ જેટલા અજાણ્યા શખ્સો એ અંબિકા જ્વેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. શહેરની મધ્યમાં લૂંટારુઓએ જ્વેલર્સની દુકાનને દિન દહાડે નિશાનો બનાવતા ખળભળાટ મચી ગયો છે. ઘટના ની જાણ થતા જ સમગ્ર જિલ્લાની પોલીસને જિલ્લા પોલીસ વડા દ્વારા એલર્ટ કરી શહેરની ચારે તરફ નાકાબંધી કરી દેવાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના પાંચબત્તી ખાતે અંબિકા જ્વેલર્સની દુકાન આવેલી છે. સોમવારે બપોરે 2 શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા. દુકાનનો સ્ટાફ કે જ્વેલર્સ પાસે પહેલા તો સોનાની ચેન જોવા માંગી હતી. ત્યારબાદ દુકાનદાર કઈ સમજે તે પહેલાં જ બીજા એક શખ્સે ચેનવાળું બોક્ષ આખું ઉપાડી અને બેગમાં મૂકી દીધું હતું. એક શખ્સે પોતાની પાસે રહેલી પિસ્તોલથી ફાયરિંગ કરતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક વ્યક્તિને પેટમાં અને એક વ્યક્તિને હાથમાં ગોળી વાગતા પ્રથમ સિવિલ બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.


ભરબપોરે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કર્યા બાદ બન્ને આરોપી પિસ્તોલ પણ જવેલર્સના ટેબલ ઉપર જ છોડી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. સંગ્રહ ઘટના જ્વેલર્સની દુકાન અને પાંચબત્તી પર લાગેલા 4 થી વધુ સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી અને સાથે સાથે સમગ્ર શહેર તેમજ જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે.


ભરબપોરે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગને લઈ પાંચબત્તી સ્ટેશન રોડના સોનીઓમાં પણ સોપો પડી ગયો છે. ઘટનાને પગલે પાંચબત્તી ખાતે પોલીસ કાફલા સાથે ટોળે ટોળા ઉમટી પડતા ચક્કાજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્તની પૂછપરછ અને આરોપીઓ ઝડપાયા બાદ જ ઘટના પાછળની હકીકતનો પર્દાફાશ થઈ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube