ફટાકડા ફોડવા જેવી બાબતમાં ગુજરાતના આ શહેરમાં ફાયરિંગ, ત્રણ મહિલા સહિત 5 ઈજાગ્રસ્ત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એક રહેણાંક મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી.
મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં ફટાકડા ફોડવા જેવી નજીકની બાબતે ફાયરિંગ થતા સમગ્ર ગામમાં સોંપો પડી ગયો હતો. ફાયરિંગના આ બનાવમાં ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ફરી આવશે મોટું તોફાન! અનેક રાજ્યોમા આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, ગુજરાતને અસર થશે?
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એક રહેણાંક મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. તાજુંનભાઈ કાસમભાઈ હાલાણી ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન આરોપી યુનિસ ત્યા આવ્યો હતો અને ફટાકડાની ના પાડી હતી. બાદમાં બ્લેક સ્કોરપીઓ માં સવાર થઈ આવેલા ચાર શખ્સોએ સમગ્ર વિસ્તારને બહારમાં લીધો હતો.
કેનેડાનું મોટું કારસ્તાન! ભારતીય વિદ્યાર્થીઓ માટે બંધ કર્યા આ વિઝા, ગુજરાતીઓને અસર
આરોપી યુનુસ તૈયબ અને યુનુસ તથા આસિફ સહિતના શખ્સો છરી અને બંદૂક સાથે ઘસી આવ્યા હતા જ્યાં આરોપી યુનિસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ઘટનામાં સિમરન તાજુંનભાઈ હલાની, તમન્ના હલાની, આયસુબેન ફિરોજ ડલાની, અસલીડાંન શકીલ મથુપોત્રા નામના 5 લોકોની લોહી લુહાણ હાલત થઈ હતી.આ ઘટનાને પગલે ઈજાગ્રસ્ત થયેલા પાંચે પાંચ લોકોને તાબડતોબ સારવારથી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી છે.