પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો 5 લાખ તૈયાર રાખજે ગબબર બોલું છું, આવો ફોન આવે તો...
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મૂર્તિ બનાવવના કારીગર પર ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવના ચાર દિવસ આગાઉ ફાયરિંગ કરનાર શખસ પર ફોન આવ્યો હતો અને રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મૂર્તિ બનાવવના કારીગર પર ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવના ચાર દિવસ આગાઉ ફાયરિંગ કરનાર શખસ પર ફોન આવ્યો હતો અને રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે હાલ નારોલ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો પાંચ લાખ રૂપિયા તૈયાર રાખજે, ગબબર બોલું છું આવો ફોન નારોલ વિસ્તારમાં ભગવાનની મૂર્તિ બનાવતા કારીગર પર આવ્યો અને બાદમાં એટલે કે ચાર દિવસ બાદ મૂર્તિ બનાવનાર કારીગર ગૌરવ પ્રજાપતિ અને તેના પિતા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. અગાઉ જ્યારે ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:- ફેસબુક પર મિત્ર બનાવતા પહેલા ચેતી જજો, ક્યાંક પસ્તાવાનો વારો ના આવે
ત્યારે નારોલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં ત્યારબાદ ફરિયાદના બીજા જ દિવસે બાઈક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ ફરિયાદી પર ફાયરિંગ કર્યું. સદનસીબે કોઈપણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી ત્યારે નારોલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર તપાસનો દોર શરૂ કર્યો છે.
આ પણ વાંચો:- સગર્ભા મહિલાને ઘરમાં ઘૂસી ગોળી ધરબી દીધી, પૂર્વ પતિ ગોરખપુરથી રાજકોટ લાવ્યો દેશી કટ્ટો
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક શખસ બાઈક ઉપર આવે છે અને કારખાનામાં જઈને ફાયરિંગ કરે છે ત્યારબાદ કારખાનામાં ભાગમ દોડ થઈ જાય શહેરના નારોલ વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો છે. જેમાં ભગવાનની મૂર્તિ બનાવનાર વેપારી ઉપર બાઇક ઉપર આવેલ અજાણ્યા 03 શખસો દ્વારા ફાયરિંગ કરી નાસી જવામાં આવે છે.
આ પણ વાંચો:- ભાડાના મકાનમાં શરૂ કર્યો નકલી દારૂ બનાવવાનો બિઝનેસ, સુરત પોલીસે જમીન દલાલે ઝડપી પાડ્યો
ઉલ્લેખનીય છે કે ફાયરિંગના બનાવના બે દિવસ અગાઉ ભોગબનનાર વ્યક્તિએ પોતાને ધમકી મળી હોવાની ફરિયાદ આપ્યા છતાંય પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરાતા આજે આ બનાવ બનવા પમાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube