Rajkot માં સગર્ભા મહિલાના ઘરમાં ઘૂસી ગોળી ધરબી કરાઈ નિર્મમ હત્યા, હત્યારો પૂર્વ પતિ પોલીસ સકંજામાં

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા રવિ પાર્કમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગર્ભા મહિલાને બંદૂકની ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યારો અન્ય કોઈ નહિ પરંતુ મહિલાનો પૂર્વ પતિ જ હોવાનું સામે આવ્યું છે

Updated By: Jul 27, 2021, 07:12 PM IST
Rajkot માં સગર્ભા મહિલાના ઘરમાં ઘૂસી ગોળી ધરબી કરાઈ નિર્મમ હત્યા, હત્યારો પૂર્વ પતિ પોલીસ સકંજામાં
  • આરોપીના થેલામાંથી સાઈનાઈડની ગોળીઓ પોલીસે કબ્જે કરી
  • ફાયરિંગ કરી ઓટો રિક્ષામાં ફરાર થયો, સ્થાનિક યુવકે પીછો કરી પોલીસની મદદથી દબોચી લીધો
  • અગાઉ આરોપી પણ બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાના ઘરે આવી માથાકૂટ કરી ચુક્યો હતો

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા રવિ પાર્કમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગર્ભા મહિલાને બંદૂકની ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. હત્યારો અન્ય કોઈ નહિ પરંતુ મહિલાનો પૂર્વ પતિ જ હોવાનું સામે આવ્યું છે. દેશી બંદૂક સાથે ગોરખપુર થી રાજકોટ આવી હત્યાને અંજામ આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક યુવકે હત્યારાનો પીછો કરી પોલીસની મદદ થી આરોપીને માધાપર ચોકડી નજીક થી દબોચી લીધો હતો.

રાજકોટના પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરી મહિલાની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસની તપાસમાં મૃતક મહિલા સરિતા પંકજ ચાવડા હોવાનું સામે આવ્યું હતું. બપોરે સરિતા પોતાના પતિ પંકજ સાથે જમી રહી હતી. ત્યારે ગોરખપુર થી સરિતાનો પૂર્વ પતિ આકાશ મૌર્ય આવ્યો હતો અને બોલાચાલી થઈ હતી. દરમિયાન આકાશ મૌર્યએ પોતાના પાસે રહેલો દેશી કટ્ટો કાઢીને સરિતાના છાતીના ભાગે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ફાયરિંગ કરી આકાશ મૌર્ય ભાગી રહ્યો હતો ત્યારે સરિતાનો પતિ પંકજ પાછળ દોડ્યો હતો. જોકે રિક્ષામાં બેસી ફરાર થતા સ્થાનિક યુવકે કારનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. માધાપર ચોકડી પાસે જ પોલીસ જવાને ઓટો રિક્ષાને રોકી આરોપી આકાશને દબોચી લીધો હતો. જોકે આરોપી આકાશ દેશી કટ્ટો મૃતક સરિતાની પાસે જ મૂકીને ફરાર થતા પોલીસે કબ્જે કરી ફોરેન્સિકની ટીમને તપાસ માટે બોલાવી પુરાવાઓ એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો:- ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ

રૂપિયાની લેતી-દેતી કારણભૂત કે અન્ય કોઈ કારણ?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક સરિતા ચાર વર્ષ પહેલાં ગોરખપુર ખાતે આરોપી આકાશના પિતાને ત્યાં સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી. આ સમયે બન્નેને પ્રેમ થયો હતો અને ચાર વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. જોકે આ બાદ મહિલાએ રાજકોટ આવી પંકજ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલાને અત્યાર સુધીમાં રૂપિયા આપ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. જે પરત ન આપતા આજે રોષે ભરાયને આરોપીએ મહિલાની છાતીના ભાગે ગોળી મારી હત્યા નીપજાવી હતી. જોકે આરોપી આકાશ અગાઉ પણ રાજકોટ આવી માથાકૂટ કરી ચુક્યો હતો.હાલ પોલીસે આકાશની પૂછપરછ શરૂ કરી હત્યા કરવા પાછળ રૂપિયાની લેતી દેતી જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો:- જૂનાગઢમાં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, મગફળી- કપાસ સહીતના પાકોને મળ્યું જીવતદાન

રીક્ષા ખરાબ હતી, નહિ તો કાલે જ હત્યા કરી નાંખત
આરોપી આકાશ જ્યારે પણ રાજકોટ આવતો ત્યારે રીક્ષા ચાલક ફિક્સ એક જ રાખતો. ગઈકાલે આકાશ રાજકોટ આવી રીક્ષા ચાલકને ફોન કર્યો હતો પરંતુ રીક્ષા રિપેરીંગમાં હોવાથી સરિતાના ઘરે જઈ શક્યો નહોતો. આજે રિક્ષામાં બેસીને જ સરિતાના ઘરે આવ્યો હતો અને હત્યા કરી રિક્ષામાં જ ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:- રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરી આ આગાહી, સારા વરસાદથી 75 ટકાએ પહોંચ્યું વાવેતર

મૃતક સરિતા ચાવડા હતી ગર્ભવતી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક સરિતા પંકજ ચાવડાને 7 મહિનાનો ગર્ભ હતો. આરોપી આકાશ મૌર્ય ઉગ્ર થઈને વાત સાંભળે તે પહેલાં જ ફાયરિંગ કરી દીધું હતું. સરિતા ગર્ભવતી હોવાથી એક નહિ પણ બે હત્યાને આકાશે અંજામ આપ્યો હતો. સરિતાની હત્યાને અંજામ આપતી વખતે આઈ વિટનેશ તરીકે પંકજ ચાવડા છે. જ્યારે પુરવામાં દેશી કટ્ટો ઘરમાંથી જ મળી આવ્યો છે. હાલ પોલીસે સંયોગિક પુરાવાઓ પણ એફ.એસ.એલ ની મદદ થી એકત્ર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube