સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. થાનગઢના 61 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિની બોટાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે. રાજ્યમાં સુરેન્દ્રનગર ઉપરાંત ડાંગમાં પણ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. આ સાથે હવે ગુજરાતના 30 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે રાજ્યમાં માત્ર જૂનાગઢ, અમરેલી અને દ્વારકામાં જ કોવિડ-19ના કેસ નોંધાયા નથી. કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કિટનો પણ વ્યાપક ઉપયોગ કરી રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. 


ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. આ સંજોગોમાં hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના ટેસ્ટીંગની વ્યવસ્થા ધીમે ધીમે ગુજરાતમાં વધી રહી છે. દરરોજના સો જેટલા ટેસ્ટ કરાતા હત, પરંતુ પાંચમી એપ્રિલ પછી 400 જેટલા ટેસ્ટ કરાતા હતા અને પછી 1500 જેટલા ટેસ્ટ કર્યા. તમામ જિલ્લામાં 100 કેસ કરીએ તેવો નિર્ણય લેવાયો હતો. ૧૮મીએ 2664 અને એ પછી 3000 સુધીના ટેસ્ટ ગુજરાત દ્વારા કરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube