રક્ષિત પંડ્યા/ રાજકોટઃ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 81 કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધી બે લોકોના મૃત્યુ પણ થયા છે. હવે ધોરાજીમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. ત્યાં પ્રથમ કેસ નોંધાયો છે. એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં પ્રથમ કેસ નોંધાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરાજીમાં કોરોનાનો પગપેસારો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ મચી ગયો છે. શહેરની નડીયા કોલોની વિસ્તારમાં રહેતા એક 43 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ પોલીસ, મામલતદાર સહિત આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. 


રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 81 કેસ નોંધાયા
રાજકોટ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ઉપલેટમાં મુંબઇથી પરત આવેલ યુવાન ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજ રોજ ધોરાજી ખાતે આરોગ્ય વિભાગની ટિમ પર હુમલો કરનાર કાસમ દલ નામના આરોપી ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રોજ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા શહેરમાં 74 અને ગ્રામ્ય ના 7 મળી કુલ કોરોના પોઝિટિવ આંક 81 પર પહોંચ્યો છે.


10 જેટલા સુરક્ષા કર્મીઓને કરાયા ક્વોરેન્ટાઇન
ધોરાજી ખાતે કોરોના પોઝિટિવ જાહેર થયેલા 43 વર્ષીય કાસમ દલ એ થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગની ટિમ પર હુમલો કર્યો હતો જેને લઇ તેના વિરુધ્ધ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી જેને પાસા હેઠળ ધકેલતા પહેલા કોરોના રિપોર્ટ કરાવતા આજે તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે જેને લઇ પોલીસ વિભાગમાં પણ ચિંતા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ રાજકોટ LCB ના 4 જેટલા જવાનો , ધોરાજી પોલીસ જવાન અને GRD ના જવાનો સહિત 10 જેટલા સુરક્ષા કર્મીઓને ક્વોરોન્ટીન કરવામાં આવ્યા છે.. હાલ ધોરાજી પોલીસ , વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આરોપીની કોટેકટ હિસ્ટ્રી તપાસી આગળ કાર્યવાહી શરૂ કરી છે..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર