કચ્છ : રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે અને 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે. માધાપરમાં 68 વર્ષીય દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 34 થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ભુજમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ મળ્યા છે ત્યારે જબરદસ્ત બેદરકારીનો માહોલ જોવા મળ્યો છે. આ વાતનો પુરાવો છે ભુજની એપીએમસી માર્કેટ.  સવારના ચાર વાગ્યાથી APMCમાં જથ્થાબંધ શાક માર્કેટ ચાલુ થઈ જાય છે અને નાના વેપારીઓ માલની ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે. હાલમાં કોરોના વાયરસના કારણે lockdownની સ્થિતિ છે ત્યારે પણ લોકો કોઈપણ જાતની સલામતી વગર ફરતા જોવા મળે છે.


ઝી 24 કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આજે જ્યારે આ શાક માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે લોકો કલમ 144નો ડર રાખ્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાવતા જોવા મળ્યા છે. લોકો માસ્ક અને સેનેટાઇઝરના કોઈ પગલાં લીધા વગર મેળો જમાવે છે. શાકમાર્કેટના અગ્રણી સાથે વાત કરતા તેમણે કબૂલ્યું હતું કે અહીં હજારો લોકો આવતા હોય છે અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોઈપણ જાતની સેફટી સલામતી વગર જ બધા લોકો ફરતા જોવા મળે છે. અમે વહીવટી તંત્રને આ અંગે વાત તો કરી છે


રાજ્યમાં દિવસેને દિવસો કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિનો લેટેસ્ટ ચિતાર આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ આપતા કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 46 પોઝિટિવ કેસ આવતા કુલ કોરોના પીડિતોની સંખ્યા 766 થઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube