ગુજરાત : તાજેતરમાં જ ગીરમાં ટપોટપ 23 સિંહોના મોતની ઘટના નેશનલ સ્તરે ચર્ચાનો વિષય બની હતી. ત્યારે હવે સિંહોના મોતના આ જંગી આકડા બાદ પહેલીવાર ધારીમાં એકસાથે 19 સિંહો સાથે જોવા મળ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. જેમાં એકસાથે આટલા બધા સિંહો દેખાતા પ્રાણી પ્રેમીઓમાં પણ હરખની લાગણી છવાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકસાથે 19 સિંહોનો વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ધારીની આસપાસનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પહેલીવાર એકસાથે ચારેતરફ ડાલા મથા વનરાજ ગીર જોવા મળ્યાં છે. આ વીડિયોમાં સિંહ, સિંહણ અને સિંહબાળ જેટલા 19 સિંહો કેમેરામાં કેદ થયા છે. કોઈ પ્રાણીપ્રેમીએ પોતાના કેમેરામાં આ દ્રશ્ય કંડાર્યું હોય તેવું દ્રશ્યમાન થાય છે. 


ઉલ્લેખનીય છે કે, આ એ જ સ્થળ છે જ્યાં 23 સિંહોના મોત થયા છે. આ વીડિયોમાં તમને 17 જેટલા સિંહો દેખાશે, પરંતુ જે શખ્સે આ વીડિયો લીધો છે તેણે દાવો કર્યો છે કે, અહીં 19 સિંહ હતા અને તેમણે ખુદ ગણતરી કરી હતી.  
જુઓ સિંહનો વીડિયો