Panchmahal News : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. મંદિરમાં ચોરી થઈ હોવાના કારણે ભક્તો માટે દર્શન બંધ કરાયા છે. ચોરીની ઘટનાથી નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરી થતાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલના પ્રખ્યાત પાવાગઢ મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઘટનાની જાણ થતા જ પાવાગઢ પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરાઈ રહ્યાં છે. પોલીસ તપાસ દરમ્યાન મંદિરમાં દર્શન બંધ કરાયા હતા.


સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!


ગત મોડી રાત્રિના રોજ ચોરીની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે કોઈ આધિકારીક નિવેદન કે જાહેરાત નથી કરાઈ. મહત્વની વાત છે કે, આજ સુધીના ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે. પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. 


શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે ચોરી બાબતે પોલીસે સ્પષ્ટતા કરી છે. પંચમહાલના એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, મંદિરમાં ચોરી થઈ નથી, માત્ર ચોરીનો પ્રયાસ કરાયો છે. જે બાબતે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મંદિરની બાજુમાં ખીણ તરફથી ચોર દ્વારા ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં ચોરી નહિ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલિસ વડા સહિતના અધિકારીઓનો કાફલો આ ઘટનાની જાણ થતા જ સ્થળે પહોંચ્યો હતો. પોલીસ સીસીટીવી,વાહનો અને યાત્રિકો બેગ ચેક કરવા સહિતની તપાસ હાથ ધરી હતી. ચોરીના પ્રયાસની ઘટનાને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન કરાયું છે. હાલ મંદિર દર્શનાર્થીઓમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં પાવાગઢ બાબતે ચાલતી અફવાઓ દૂર રહેવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરાઈ છે.