ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન બાદ આજે દેશમાં પહેલીવાર ટ્રેન દોડવાની છે. ત્યારે આજે  મંગળવારે સૌથી પહેલા અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે. જેમાં માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે તેવુ રેલવે દ્વારા જાહેર કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. જેનો આજે 12 મેથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના મુસાફરો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ. 


આજે અમદાવાદથી નવી દિલ્હી માટે પ્રથમ ટ્રેન જવા માટે રવાના થશે. સાંજે 6.20 કલાકે સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન નવી દિલ્હી રવાના થશે. નવી દિલ્હી ખાતે બીજા દિવસે સવારે 8.00 કલાકે ટ્રેન પહોંચશે. જે ટ્રેન નવી દિલ્હી જશે એ જ ટ્રેન મુસાફરો સાથે અમદાવાદ પરત ફરશે. નવી દિલ્હી ખાતેથી રાત્રે 8.25 કલાકે ટ્રેન અમદાવાદ માટે રવાના થશે. નવી દિલ્હીથી આવનારી ટ્રેન અમદાવાદ ખાતે 10.05 કલાકે આવી પહોંચશે. સંપૂર્ણ એસી એવી સ્પેશિયલ ટ્રેનમાં 1700 લોકો મુસાફરી કરશે. જેમાં કન્ફર્મ ઈ ટીકીટ હશે એ જ યાત્રીઓ મુસાફરી કરી શકશે. ગણતરીના રેલવે સ્ટેશન પાલનપુર, આબુરોડ, જયપુર અને ગુરુગ્રામ ખાતે ટ્રેન રોકશે. આ સાથે જ રેલવેએ જણાવ્યું છે કે, ઈ-ટીકીટ જ મુસાફરો માટે ઘરેથી સ્ટેશન અને
સ્ટેશનથી ઘરે પહોંચવા માટે પાસ તરીકે માન્ય ગણાશે. 24 કલાક પહેલાં મુસાફરો મુસાફરી કરાવી શકશે. તેમજ આ મુસાફરીનો કેન્સલ ચાર્જ તરીકે 50 ટકા રૂપિયા કપાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર