અમદાવાદમાંથી ઝડપાયું વધુ એક બોગસ કોલ સેન્ટર, પાંચ આરોપી ધરપકડ
શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે, અમેરિકન નાગરિકને છેતરપિંડી આચરવાની નવી મોડસ ઓપરેન્ડી સાથેનું બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી સ્કોર્ડના સંયુક્ત ઓપરેશનમાં રેડ કરી બોગસ કોલ સેન્ટર ચલાવનાર સહિત પાંચ આરોપી ધરપકડ કરી.
ઉદય રંજન/ અમદાવાદ: શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે, અમેરિકન નાગરિકને છેતરપિંડી આચરવાની નવી મોડસ ઓપરેન્ડી સાથેનું બોગસ કોલસેન્ટર ઝડપાયું છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી સ્કોર્ડના સંયુક્ત ઓપરેશનમાં રેડ કરી બોગસ કોલ સેન્ટર ચલાવનાર સહિત પાંચ આરોપી ધરપકડ કરી.
આ પણ વાંચો:- આનંદનગર દારૂની મહેફીલ મામલે કોલ સેન્ટર કિંગનાં ફોનમાંથી મળ્યો કોલસેન્ટરનો ડેટા
ચાંદખેડા એમ્પોરિયમ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતા કોમ્પલેક્ષના 607 નંબરની ઓફિસમાં કોલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જે બોગ્સ કોલ સેન્ટર ચલાવનાર અક્ષય ભાવસાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..પકડાયેલ આરોપીઓ અમેરિકન નાગરિકો સાથે ઠગાઈની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં અમેરિકન નાગરિકોનું સોશિયલ કાર્ડ ખોવાઈ ગયેલ છે જે કાર્ડ દૂરઉપયોગ થયેલ હોવાથી તમારું કાર્ડ બ્લોક થઈ જશે અને પોલીસ હેરાનગતિ થાય તે માટે તમારું નવું સોશિયલ કઢાવુ પડશે તેમ કહી ડરાવીને નવું કાર્ડ કઢાવવાની ફી પેટે ડોલર લેવાનું જણાવી અમેરિકન નાગરિકો પાસેથી આઇડયુંન કાર્ડ મારફતે પૈસા મગાવી છેતરપીંડી આચરતા હતા.
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 980 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત
પોલીસ ગિરફતમાં રહેલ બોગસ કોલ સેન્ટર ચલાવનાર અક્ષય ભાવસાર, અમિત ચચલાણી, આદિત્ય વિરાણી,પ્રિન્સ ગુપ્તા અને મુંબઇનો ઓસ્ટીન માઈકલ આમ પાંચ લોકો છેલ્લા એક મહિનાથી બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યા છે જેથી અમેરકીન નાગરિકો પાસે પૈસા પડાવવા માટે નવી મોડ્સ ઓપરેન્ડી સાથે છેતરપીંડી આચરી રહ્યા છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી અક્ષય ભાવસાર ચાર લોકોને 15 હજારના પગાર રાખ્યા હતા. જો કે કોલ સેન્ટરમાં કામ કરવા મુંબઈમાં બેકાર હોવાથી આરોપી ઓસ્ટીન માઈકલ અમદાવાદ આવ્યો હતો.
આ પણ વાંચો:- ડેડીયાપાડામાં વિકાસના કામોના ખાત મુહૂર્તમાં દારૂથી થયો અભિષેક, સાંસદ થયા નારાજ
પોલીસ આરોપી પાસેથી 8 લેપટોપ,મેજીક જેક,6 મોબાઈલ,રોકડ મળી કુલ 1.61લાખનો મુદામાલ કબ્જે કર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે બોગસ કોલ સેન્ટર માટે લીડ કેવી રીતે મેળવતા હતા. જે મામલે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube