લાલજી પાનસુરીયા, આણંદ: અડાસમાં દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. વાસદ પોલીસે બાતમીના આધારે અડાસના માધવ ફાર્મમાં દરોડા પાડી પાંચ લોકોને ઝડપી પાડ્યા છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરત મહાનગર પાલિકાનું બજેટ રજૂ, પ્રજા પર ટેક્સનો ભાર ઘટ્યો


એક તરફ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દારૂબંધીને લઇ ધરણા, આંદોલન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આંકલાવ વિધાનસભામાં આવતા અડાસ ગામે આવેલા માધવ ફાર્મમાં ગત રોજ દારૂની મહેફિલ જામી હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે માધવ ફાર્મમાં દરોડા પાડતા કોંગ્રેસના કાર્યકર મૂળરાજસિંહ માધવસિંહ સોલંકી, જગદીશ રાયસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અરવિંદભાઇ ગોરધનભાઇ સોલંકી, બ્રિજરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને આણંજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ યશુપાલસિંહ રણવીર સિંહ સોલંકી વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા.


[[{"fid":"197990","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: ડાંગ: શાળામાં પ્રવેશતા જ બાળકો કરવા માંડે છે અજીબોગરીબ હરકતો, લોકો ભયભીત


વાસદ પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી તમામની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવા કર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં વાસદા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...