ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સારો વરસાદ પણ થયો છે.ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ પ્રમાણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. નોંધનીય છે કે આજે બપોરે 2 કલાક સુધીમાં રાજ્યના 37 તાલુકામાં વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થશે. તેમણે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે અરેબિયન શીમાં અસર જોવા મળી રહી છે.