રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :મુન્દ્રાના ગુંદાલામા નર્મદા કેનાલમાં ડુબવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના બાદ પાંચેલ લોકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રાના ગુંદાલા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલની બાજુના ખેતરમાં એક શ્રમજીવી પરિવારના કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. આ પરિવારના 5 લોકોના કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જોકે, આ ઘટના કેવી રીતે બની તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ દુર્ઘટનામાં શ્રમજીવી પરિવારના ત્રણ મહિલા અને બે પુરુષોના મોત નિપજ્યા છે. 


મૃતકોના નામ 
રાજેશ ખીમજી
કલ્યાણ દામજી
હીરાબેન કલ્યાણ
રસિલા દામજી
સવિતાબેન


આ ઘટના બાદ શ્રમજીવી પરિવારમાં આક્રંદ છવાયુ હતું, આ ઘટના કેવી રીતે બની અને કેવી રીતે પાંચેય લોકો મોતને ભેટ્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પરિવાર ખેતરમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.