વડોદરા: રાજ્ય સરકારે કર્યું આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન
રાજ્યસરકાર આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન કરી રહી છે. વડોદરાના 5 ધારાસભ્યો જેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપપુરા સરોવર અને આજવા સરોવરની મુલાકાત લઈ પાણીના સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો જે રાજ્ય સરકારને સુપ્રત કરાશે.
તૃષાર પટેલ/વડોદરા: રાજ્યસરકાર આગામી 25 વર્ષ માટે પીવાના પાણીના સંગ્રહનું આયોજન કરી રહી છે. વડોદરાના 5 ધારાસભ્યો જેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપપુરા સરોવર અને આજવા સરોવરની મુલાકાત લઈ પાણીના સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો જે રાજ્ય સરકારને સુપ્રત કરાશે.
રાજ્ય સરકાર દરેક વિધાનસભા દીઠ એક પ્રોજેકટ હાથ પર લેવા જઈ રહી છે ત્યારે વડોદરાના પાંચેય ધારાસભ્યોએ પાણીની ચિંતા કરી વડોદરાને પાણી પૂરું પાડતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલા પ્રતાપપુરા અને આજવા સરોવરની જાત મુલાકાત લઈ પ્રોજેકટનો રિપોર્ટ રાજ્ય સરકારને આપવા તૈયાર કર્યો છે. ગુજરાતમાં પાણીની સમસ્યાને લઇને રાજ્ય સરકાર જાગી છે. અને આગામી 25 વર્ષ માટેના પાણીના આયોજન માટે સરકારે કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકારના આયોજન પ્રમાણે વડોદરાના 5 ધારાસભ્યો જેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો જીતેન્દ્ર સુખડીયા, મનીષા વકીલ અને સીમા મોહિલે પ્રતાપપુરા સરોવર ખાતે પહોંચી સમીક્ષા કરી હતી.
સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું
990 વીઘામાં આવેલા પ્રતાપપુરા સરોવરમાં પંચમહાલ અને પાવાગઢથી આવતા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. લાખો લીટર પાણીનો ભરાવો થાય છે. 229 ફૂટ સુધી પાણી ભરાય છે જે બાદ ઓવરફ્લો થાય છે. સરોવરને વધારે ઊંડું કરવું, માટીના પાડા વધુ મજબૂત કરવા અને અંદર ઉગેલા ઝાડી ઝાખરાને લઇ ક્યાં પ્રાકારની કામગીરી કરવી તેના આયોજનનો પ્રોજેકટ તૈયાર કરાયો હતો. જે રાજ્ય સરકારને મોકવામાં આવશે. વડોદરામાં પ્રતિ દિન 520 એમ.એલ.ડીની પાણીની જરૂરિયાત માટે નર્મદા નિગમ પાસેથી 150 એમ.એલ.ડી પાણી કોર્પોરેશન ખરીદી રહી છે. ત્યારે આવનાર ચોમાસામાં યોગ્ય રીતે પ્રતાપપુરા સરોવરમાં પાણી સંગ્રહ થાય તેના આયોજનના ભાગ સ્વરૂપ આજની મુલાકાતનું આયોજન કરાયું હતું.
અરવલ્લીની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની પહેલ, અનોખી રીતે બાળકોનું કરે છે વેલકમ
જુઓ LIVE TV
પ્રતાપપુરા સરોવરમાં ઉત્તર ચેકમેટ એટલે કે, પંચમહાલ, પાવાગઢ સહિતના વિસ્તારનું વરસાદી પાણી આવે છે. જેનો સંગ્રહ કરી આજવા સરોવર ખાતે પાણી મોકલાય છે. ત્યારે પ્રતાપપુરા સરોવરમાં યોગ્ય રીતે પાણી સંગ્રહ થઈ શકે તે માટે જરૂરી કયા કયા પગલાં ભરી શકાય તે માટેના આયોજનની રૂપ રેખા વડોદરાના પાંચેય ધારાસભ્યોએ કરી હતી. અને વહેલી તકે આ રિપોર્ટ રાજ્ય સરકારને આપી પ્રોજેકટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.