28 વર્ષીય CA નૈતિકે દુનિયાને અલવિદા કહીને 5 લોકોને આપ્યું નવજીવન: તમામ અંગોનું કરાયું દાન
હેલ્મેટ ન પહેર્યું હોવાથી ગંભીર અકસ્માતમાં ઘાયલ રાજકોટના યુવાનનું બ્રેઈન ડેડ થઇ જતા તેમના અંગોના દાન થકી 5 વ્યક્તિને નવજીવન મળશે. ગ્રીન કોરીડોર થકી કુવાડવા રોડ હોસ્પિટલથી યુવાનનું હૃદય અને ફેફ્સા માત્ર 4 મિનીટમાં એરપોર્ટ પહોચ્યા હતા.
દિવ્યેશ જોશી/રાજકોટ: કોઈનું સ્વજન મૃત્યુ પામે એટલે તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડતું હોય છે અને કોઈને કશી ભાન રહેતી હોતી નથી. આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે જો કોઈ પરિવાર તેના સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને અન્ય લોકોને નવજીવન આપવા પ્રયાસ કરે એટલે તે કાર્યને બિરદાવવું જ પડે...આવો જ એક કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
ભીષણ ગરમી માટે થઈ જાવ તૈયાર, ગુજરાત સહિત આ રાજ્યોમાં એપ્રિલથી જૂન સુધી વધશે પારો
હેલ્મેટ ન પહેર્યું હોવાથી ગંભીર અકસ્માતમાં ઘાયલ રાજકોટના યુવાનનું બ્રેઈન ડેડ થઇ જતા તેમના અંગોના દાન થકી 5 વ્યક્તિને નવજીવન મળશે. ગ્રીન કોરીડોર થકી કુવાડવા રોડ હોસ્પિટલથી યુવાનનું હૃદય અને ફેફ્સા માત્ર 4 મિનીટમાં એરપોર્ટ પહોચ્યા હતા. 28 વર્ષીય યુવાન નૈતિક જાજલ ગત તા. 29 માર્ચના ગુંદાવાડી ખાતે રહેતા મિત્ર હર્ષભાઈ કોઠારીના ઘરેથી બહાર ફરવા નીકળ્યા હતા. ત્યારે જામનગર રોડ, જેથી દર્દીના પિતા હિમાંશુભાઈ, માતા પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ભયંકર ઠોકર મારતા નૈતિકભાઈ તેમજ મિત્રના માતા ઉષાબેન અને તેમનો ભાણેજ કિયાન ઈજાગ્રસ્ત થયા હતા.
હાર્ટએટેકથી મરતા દર્દીઓને બચાવવા ગુજરાતમાં 65 હજારની સેના તૈયાર, આ અભિયાન રંગ લાવશે!
યુવાને હેલ્મેટ ન પહેયું હોવાથી માથાના ભાગમાં ગંભીર ઈજા પહોચતા. તેમને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને તે બાદ કુવાડવા રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરાયા. જોકે સારવાર કારગત ન નીવડી અને યુવાનનું બ્રેઇન ડેડ થઇ ગયું. માયાબેન, મોટીબહેન નિધિ, નાની બહેન યેશાએ યુવાનના અંગોનું દાન કરવાની સહમતી આપી. જેથી ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો.તેજસ કરમટા સહિતનાએ તપાસી યુવાનના હૃદય, કીડની, ફેફ્સા, લીવર અને આંખોનું દાન થઇ શકશે તેવું નક્કી કર્યુ.
ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો
જે માટે જરૂરી બ્રેઈન ડેડ જાહેર કાર્ય ડો.પ્રકાશ મોઢા, ડો.ત્રિશાંત ચોટાઈ સહિતનાએ કરી તો ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો.દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. યુવાનના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, ફેફ્સા ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ, લીવર અને બંને કીડની કીડની હોસ્પિટલમાં દાન કરાઈ. રાજકોટનું આ 105મુ અંગદાન થયું હતું.