ચેનત પટેલ, સુરત: સુરતના રેલવે પરિસરમાં ગણતંત્ર દિન 26મી જાન્યુઆરીના એક દિવસ પહેલા જ 100 ફૂટની ઊંચાઈ ઉપર 20 બાય 30 ફૂટનો મસમોટો રાષ્ટ્રધ્વજ સાંસદ દર્શના જરદોષના વરદ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. વંદેમાતરમ અને ભારત માતાની જયના ઘોષ અને રાષ્ટ્રગીતના ગાન સાથે તમામ રેલવે અધિકારીઓ, ભાજપ આગેવાનોની હાજરીમાં તિરંગો ફરકાવાયો હતો. જે હવે 24 કલાક આજીવન ફરકતો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લગ્ન પહેલા હાર્દિક પટેલની એક વર્ષ જુના કેસમાં ધરપકડ બાદ છુટકારો


દેશના તમામ એ-ગ્રેડ રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર સુધીમાં 100 ફૂટની ઊંચાઇએ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. જેનું પાલન કરતા અમદાવાદ, ઇન્દોર, મુંબઇ સેન્ટ્રલ પર 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયો છે. આજે સુરત ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ, બોરીવલી અને અંધેરીમાં એક સાથે ફરકાવવાયો હતો.


વધુમાં વાંચો: હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ


આ પ્રત્યેક રાષ્ટ્રધ્વજના ઇન્સ્ટોલેશન પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 24 કલાક ધ્વજ ફરકાતો રાખવાનો હોવાથી નિયમ મુજબ તેને પુરતો પ્રકાશ મળે તે માટે 100 ફૂટ ઊંચા પોલ પર જ ફ્લસ લાઇટ પણ રાખવામાં આવી છે. આ 100 ફૂટ ઊંચા પોલને 25 વર્ષ સુધી આંચ આવશે નહીં. તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે.


વધુમાં વાંચો: અંબાજી મંદિર સંપૂર્ણ સોનાનું બનશે, હવે મુખ્ય મંડપ પણ સોનાથી મઢાશે


ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ડુમસ રોડ વાય જંક્શન પર આજથી દોઢ વર્ષ પહેલા 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય હર્ષ સંઘવીએ મુકાવ્યો હતો. હવે સુરતના રેલવે પરિસરમાં પણ આટલી જ ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. જેથી એક શહેરમાં બે ઊંચા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો એક વિક્રમ સ્થપાયો છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...