સુરત : વરાછાના માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલા હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલા કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાન કરવા માટે આપેલા 1.75 લાખની કિંમતના કાચા હીરા ચોરીને ફરાર થઇ ગયો હતો. વરાછા પોલીસના અનુસાર વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેલા મુળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઇ મેદપરા હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરાછા માનગઢ ચોક ખાતે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસના પહેલા માળે હિરાની ઓફીસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ

વિઠ્ઠલભાઇ ઓફિસમાં સાત કારીગરો ધરાવે છે. વિઠ્ઠલભાઇએ તેમની ઓફીસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી પ્રશાંત શર્મા નામના કારીગરે જયદિપ રમેશ ભોસારા સાથે 19 ડિસેમ્બરના રોજ ઓળખાણ કરાવી હતી. જયદિપે સરીન પ્લાનર હિરાની ટ્રાય આફી પોતાનું નામ અને નંબર ઓફિસમાં લખાવ્યા હતા. જયદિપનું કામ વિઠ્ઠલબાઇ અને તેના છોકરાને પસંદ આવતા તેણે 25 ડિસેમ્બરથી કામ પર રાખ્યો હતો. આઠ પેકેટમાંથી 31 કેરેટના હીરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા. 


પેટલાદ: ટ્રેકટરની ટ્રોલીમાં કારનો કચ્ચરઘાણ, એકનું ઘટના સ્થળે જ મોત, 2ની સ્થિતી ગંભીર

દરમિયાન જયદિપ રાત્રે સાડા નવેક વાગ્યે અન્ય કારીગરને આજે મારે પહેલા દિવસથી જેથી મારા ભાઇ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે. જે ટીફીન લઇને આવું હોવાનું કહી ગયા બાદ પરત આવ્યો નહોતો. જેના કારણે તેને આપેલા સ્ટોકની તપાસ કરતા તેમાંથી 8 પેકેટ હિરા 722 નંગ, કાચા 31 કેરેટનાં હીરાનો માલ પણ ઓફીસમાંથી ગાયબ હતો. જેની કિંમત 1.75 લાખ રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube