પ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ

પ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ

* સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી કરાવ્યો શુભારંભ
* મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 
* રાજ્યના શ્રેષ્ઠ તબીબો અને ખાનગી હોસ્પીટલના કોરોના વોરિયર્સને પણ આવરી લેવાયા 
* સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા નાના સેન્ટરો પર પણ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓને રસીકરણ કરાયું
* રાજ્યના ૧૬૧ વેક્સીનેશન સેન્ટરો પર કરાયેલ રસીકરણ સંદર્ભે એક પણ વ્યક્તિને આડ અસર થઇ નથી : તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, કોરોના મહામારી સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી પ્રથમ તબક્કાના અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મહત્વના વ્યક્તિઓનું રસીકરણ બાદ કોવિડ-૧૯ની રસી માટેના બેઝ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું. 

પેટલાદ: ટ્રેકટરની ટ્રોલીમાં કારનો કચ્ચરઘાણ, એકનું ઘટના સ્થળે જ મોત, 2ની સ્થિતી ગંભીર
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં યોજાયેલા પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યભરના તમામ ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકોઓના ૧૬૧ વેક્સિનેશન સેન્ટર પરથી આ અભિયાન હેઠળ સાંજે ૦૬-કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ કામગીરી હજુ ચાલી રહી છે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે. આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસીની કોઇ આડ અસર જોવા મળી નથી. 

નરોડામાં પતંગ પર એક શબ્દના કારણે આખો વિસ્તાર બંધ, સર્જાઇ હુમલાઓની વણઝાર
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમર્યુ કે, રાજ્યભરમાં જે ૧૬૧ સેન્ટરો નિયત કરાયા છે, તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિષ્ણાંત ખાનગી તબીબો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત કોરોનાના કપરા કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કર્મીઓ, આયા બહેનોને પણ આવરી લઇને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. હેલ્થ કેર વર્કરોની સંખ્યા જ્યાં ઓછી છે તેવા નાના સેન્ટરો ઉપર પણ તમામ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે પ્રથમ તબક્કાના આ રસીકરણ અભિયાનમાં કોરોના વોરિયર્સ અને ફ્રંટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવનાર છે. જેમાં અંદાજે ૪.૪૦ લાખ વોરિયર્સને આવરી લેવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. 

Gujarat Corona Update: 505 નવા દર્દી 764 સાજા થયા 03 દર્દીના મોત
 
પટેલે જણાવ્યું કે, આજે યોજાયેલ આ રસીકરણના કાર્યક્રમમાં અમદાવાદના ખાનગી પીડીયાસ્ટ્રીશીયન ડૉક્ટર નિખિલ ભટ્ટ રૂમેટોલોજીસ્ટ ડૉ. સપન પંડ્યા, જામનગર જી.જી.હોસ્પીટલના પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડૉ. ભદ્રેશ વ્યાસ, આંતરરાષ્ટ્રીય પીડીયાટ્રીક્સ એસોસીએશન કચ્છના એજ્યુક્યુટીવી ડાયરેક્ટર ડૉ. નવીન ઠક્કર, એપોલો હોસ્પીટલ ગાંધીનગરના ઇન્ટેન્સીવિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઇ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, અમદાવાદના ખાનગી ફીઝીશીયન ડૉ. અતુલ પટેલ, અમદાવાદના ડાયબીટોલોજીસ્ટ અને ફીઝીશીયન ડૉ. નવનીત શાહ, અમદાવાદના ખાનગી પીડીયાસ્ટ્રીશીયન ડૉ. મોનાબેન દેસાઇ, આઇ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડૉ. કેતન દેસાઇએ પણ રસી મુકાવી હતી. એટલે વેક્સીન સંપૂર્ણ વિશ્વસનીય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news