• દાદરાનગર હવેલીના દુધની ગામે આ તરતી એમ્બ્યુલન્સ કાર્યરત છે

  • 15000 કરતા વધારેની વસ્તી માટે આ તરતી એમ્બ્યુલન્સ આશીર્વાદ રૂપ બની 

  • આ એમ્બ્યુલન્સ તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા સક્ષમ 


નિલેશ જોશી/દાદરાનગર હવેલી :સમગ્ર દેશમાં હિમાચલ પ્રદેશ, ઓખા, પોરબંદર અને દાદરા નગર હવેલી (dadra nagar haveli) એમ 4 જગ્યાઓએ તરતી 108 એમ્બ્યુલન્સ છે. દાદરા નગરહવેલીના દુધની ગામે આ એમ્બ્યુલન્સ કાર્યરત થયાને 5 વર્ષ પૂરા થયા છે. જેમાં 10 કરતા વધુ ગામોમાં 1200 થી વધુ લોકોને આજ સુધી તરતી એમ્બ્યુલન્સ (floating ambulance) દ્વારા સારવાર આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 હજાર ગામો માટે આર્શીવાદરૂપ બની તરતી એમ્બ્યુલન્સ
સમગ્ર દેશમાં બહુ ઓછી જગ્યાએ તરતી એમ્બ્યુલન્સ સેવા આપે છે. જેમાં દાદરાનગર હવેલીના દુધની ગામે જીલમાં આ એમ્બ્યુલન્સ કાર્યરત છે. 5 વર્ષ પહેલાં આની સેવા ગુજરાત અને સંઘપ્રદેશના 10 થી વધુ ગામો, જે મધુબન ડેમને અડીને આવેલા છે, જ્યાં કેટલાક ગામોમાં રસ્તા વાટે પહોંચવું સંભવ નથી, આ તમામ ગામોમાં સુવિધા આપે છે. ગામોની 15000 કરતા વધારેની વસ્તી માટે આ તરતી એમ્બ્યુલન્સ આશીર્વાદ રૂપ બની છે. પહેલા કોઈ માદું પડે કે કોઈ ઇમજન્સી હોય તો સ્થાનિક લોકોને 50 કિલોમીટર ફરીને જવું પડતું. હવે ફક્ત 20 મિનિટમાં ડોક્ટર આ એમ્બ્યુલન્સ દ્વારા એમના સુધી પહોંચી જાય છે. 


આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે


એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની મેડિકલ સુવિધા ઉપલબ્ધ
આ એમ્બ્યુલન્સ તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા સક્ષમ છે. વેન્ટીલેટર ઓક્સિજનથી મળી સ્નેક બાઈટ અને મહિલાની પ્રસ્તુતિ જેવી અનેક પ્રકારની મેડિકલ સેવા આપી છે. કોઈ વખત જો કોઈ માર્ગ બંધ હોય તો આ બોટ સીધી મધુબન ડેમ સુથી લઇ જવામાં આવે છે. અનેકવાર આ તરતી એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરવાની નોબત આવે છે. અહીંના લોકો માટે આ તરતી એમ્બ્યુલન્સની સાથે માર્ગ પર ચાલતી એમ્બ્યુલન્સને બીજે છેડે લઇ જવા માટે ખાસ કાર્ગોની સગવડ પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો : ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત



ડૂબતા લોકોને પણ બચાવે છે એમ્બ્યુલન્સનો સ્ટાફ 
આ વિશે 108 એમ્બ્યુલન્સના બોટ પાયલટ નીતિન મોહનકરે જણાવ્યું કે, દુધની એક પર્યટક સ્થળ છે. અહી મોટી સંખ્યામાં લોકો બોટિંગ માટે આવે છે, ત્યારે ઘણી વખત લોકો અકસ્માતમાં પાણીમાં પડી જાય છે. ત્યારે આ જ એમ્બ્યુલન્સ લોકોને જીવનદાન આપે છે. એમ્બ્યુલન્સના કર્મચારીઓને લોકોનો જીવ બચાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. જેથી તેઓ ડૂબતા લોકોને બચાવે છે. 


આ પણ વાંચો : નેતાજીની પુસ્તકના 6 પાનામાં એવુ તો શું હતું, જેને ભારત સરકારે ગુપ્ત જાહેર કર્યાં...