રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પૂરના પાણી ઓસર્યાને 10 દિવસથી વધુ દિવસો થઈ ગયા હોવા છતાં હજી સુધી તંત્રએ લોકોને કેશડોલ કે ઘરવખરીની સહાય ચૂકવી નથી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં કેશડોલ અને ઘરવખરીની સહાય લેવા માટે મોટી સંખ્યામાં લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા છે. સવારના 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, તેમ છતાં એકપણ અધિકારીઓ ફરક્યા નહિ. 


દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વની વાત છે કે, વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકો છેલ્લા 8 દિવસથી કેશડોલ અને ઘરવખરીની આશાએ શાળામાં ધરમધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તંત્ર પૂર પીડિતોની સાંભળી નથી રહ્યું. લોકોના ઘરનો બધો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો, તેમ છતાં તંત્રના બહેરા કાને લોકોનો આક્રોશ તથા દુખ પહોંચતુ નથી. પૂર પીડિતોએ વારંવાર તંત્રને કેશડોલ અને ઘરવખરી માટે રજુઆત કરી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. 


4 અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર એલર્ટ રહેવાનો મેસેજ મોકલાયો 


ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વડોદરામાં તંત્રએ 22,501 પરિવારોને 6.5 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય અને કેશડોલ ચૂકવી દીધી છે. પરંતુ હજી પણ હજારો ગરીબ પરિવારોને સહાય ચૂકવાઈ નથી. કેમ કે, રાજ્ય સરકાર વડોદરા જિલ્લા વહીવટી તંત્રને સહાયના નાણાં નથી ચૂકવી રહી. આ મામલે અધિકારીઓ એક જ રાગ આલાપી રહ્યા છે કે, સરકારમાંથી કેશડોલની ગ્રાન્ટ જ નથી આવી રહી. 


શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ વધી, રવિવારની રજામાં અમદાવાદ પોલીસે 40 જુગારી પકડ્યા 


મુખ્યમંત્રીએ કેશડોલની જાહેરાત કરી હતી
વડોદરામાં થોડા દિવસ પહેલા ખાબકેલા 20 ઈંચ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, પૂરની અસરને કારણે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. તથા મૃતકોને 4 લાખની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :