બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ...ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ તો વેરાવળમાં 19.5 ઈંચ વરસાદથી જળબંબાકાર...13 તાલુકામાં ચાર ઈંચથી વધારે વરસાદ વરસ્યો
Gir Somnath HeayRain : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંરતુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યુ છે. કારણ કે, માત્ર 24 કલાકમાં એકલા સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ, જન જીવનને માઠી અસર પડે તેવો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગતો. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં સાડા 19 ઇંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. ગીર સોમનાથના તલાલા અને રાજકોટના ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. આમ, સમગ્ર ગીર સોમનાથ જળમગ્ન બન્યું છે.
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગીર સોમનાથના કોડીનારમાં પોણા નવ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો જૂનાગઢના માંગરોળમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આમ, રાજ્યના 13 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો છે. રાજ્યના 54 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું. સવારના બે કલાક દરમિયાન જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોલમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયા હતીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને વલસાડના વાપીમાં 3.5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.
ગીર-સોમનાથમાં આભ ફાટ્યું : સૂત્રાપાડા અને વેરાવળમા ભારે વરસાદથી તબાહી મચી, નદીઓ ગાંડીતૂર બની
કેનેડા સીધી રીતે જવા ન મળે તો આ રીતે જવું, અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ
અતિ ભારે વરસાદના કારણે વેરાવળ કોડીનાર હાઇવે બંધ થયો છે. સુત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યું છે. સુત્રાપાડા ફાટક આખું પાણી પાણી થયું છે.