કેનેડા સીધી રીતે જવા ન મળે તો આ રીતે જવું, અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ
Study Abroad : અમદાવાદમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનુ નવુ નેટવર્ક ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકો અને એક ઈમેઈલનો ઉપયોગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કેનેડા જવા ઈચ્છતા 28 લોકો ખોટી રીતે બાયોમેટ્રીક કરાવી છેતરપીંડી આચરી
Trending Photos
Jobs In Canada : કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તે ગેરકાયદેસર રીતે જવું. આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. જે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ બની ગયુ છે. કેનેડા માટેના 28 લોકોના બાયોમેટ્રિક એપોઈન્ટમેન્ટ લેટર વિના જ ઈસ્યુ થયા છે. અમદાવાદની વીએફએસ ગ્લોબલ કંપનીના પૂર્વ કર્મચારીએ અન્ય કર્મચારીઓ સાથે મળીને મોટું કૌભાંડ કર્યું, જેનો ભાંડો ખૂલ્યો છે.
કેનેડા જવા માટે હાલ લાખો લોકો તત્પર બન્યા છે. આ માટે તેઓ ગમે તેટલા રૂપિયા વેરવા તૈયાર છે. એટલે જ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યા ધૂતારા ભૂખે ન મરે. આવા લોકોને છેતરવા પણ માર્કેટમાં ઢગલાબંધ લોકો છે. ત્યારે વિદેશ જવા ઈચ્છતા નાગરિકો સાથે મોટી છેતરપીંડી કરાઈ છે. તેમના વિઝા અને બાયોમેટ્રિકનું કામ કરતી કંપનીના કર્મચારીઓએ એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ થયા વિના જ બાયોમેટ્રિક પ્રક્રિયા કરીને મોટું કૌભાંડ આચર્યું. આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનુ નવુ નેટવર્ક ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકો અને એક ઈમેઈલનો ઉપયોગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કેનેડા જવા ઈચ્છતા 28 લોકો ખોટી રીતે બાયોમેટ્રીક કરાવી છેતરપીંડી આચરી હતી. આરોપીએ બાયોમેટ્રીક એપોઇન્ટમેન્ટ લેટર પણ ખોટા બનાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ટ્રાવેલ એજન્ટ સાથે મળીને આ કૃત્ય આચરાયુ હતું. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતા મામલો સામે આવ્યો છે. વિએસએફ ઓફિસના કર્મચારી વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદની વીએસએફ ગ્લોબલ લિમિટેડ કંપની દ્વારા વિઝા ફેસીલીટેશન સર્વિસ સેન્ટરની કામગીરી પર દેખરેખ રાખવા ઉપરાંત વિદેશમાં ઈચ્છુક નાગરિકોના બાયોમેટ્રીક, વિઝા ને પાસપોર્ટ તેમજ ઓળખ વ્યવસ્થાપન સંબંધિત કામ કરે છે. આ કંપનીને કેનેડા એમ્બેસી દ્વારા મેઈલ આવ્યો હતો કે, 28 જેટલા યુવક યુવતીઓના બાયોમેટ્રીક અમદાવાદ ખાતેની વિઝા એપ્લીકેશ સેન્ટરથી રજૂ થયા છે, પરંતુ તેમના એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ થયા નથી. સાથે જ 28 લોકોની યાદી પણ મોકલાઈ હતી.
જેમાં ખૂલ્યુ કે, કંપનીના સ્ટાફે જાણ વગર એપોઈન્ટમેન્ટ વગર લોકોને બોલાવીને બાયોમેટ્રીક અપાતા હતા. મેહુલ ભરવાડ નામનો કંપનીનો પૂર્વ કર્મચારી ટ્રાવેલ એજન્ટની મદદથી જે વ્યક્તિઓના એપોઈન્ટમેન્ટ લેટર ઈશ્યુ ન થયા હોય તેવા લોકોને બાયોમેટ્રીક અપાવીને બારોબાર હાઈકમિશનની સાઈટ પર અપલોડ કરતા હતા. જેમાં કંપનીના મેલ્વીન અને સોહિલ પણ તેમની મદદ કરતા હતા.
આ સમગ્ર કૌભાંડ માટે ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે. ત્યારે આ કૌભાડમાં હજી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે