નવસારીમાં પૂરની સ્થિતિ : 29 લોકોને એરલિફ્ટ કરાયા, બોટ પલટી જતા NDRFના જવાન અને સ્થાનિક પાણીમાં તણાયા
દક્ષિણ ગુજરાતમાં હાલ હવામાન ખાતાની આગાહી મુજબ સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના રેસક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે.
સ્નેહલ પટેલ/નવસારી :દક્ષિણ ગુજરાતમાં હાલ હવામાન ખાતાની આગાહી મુજબ સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના રેસક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારીના ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ફસાયેલા 29 લોકોને હેલિકોપ્ટરમાંથી એરલિફ્ટ કરીને બચાવ્યા હતા. તો બીજી તરફ, વાંગરી ગામે રેસ્ક્યૂ કરવા ગયેલા એનડીઆરએફની બોટ પલટી ગઈ હતી. જેમાં બે એનડીઆરએફ જવાન અને સ્થાનિક તણાઈ ગયા હતા.
ભરૂચ : ભારે વરસાદમાં દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત
એનડીઆરએફની બોટ પલ્ટી
ભારે વરસાદને પગલે નવસારીમાં ઠેરઠેર પાણી ભરાયા છે, જેથી લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વાંગરી ગામે લોકોને રેસ્ક્યુ કરવા જતાં એક ઘટના બની હતી. એનડીઆરએફની ટીમના 5 સભ્યો જે બોટમાં સવાર હતા, તે બોટ પલટી ગઈ હતી. તેમાં એક સ્થાનિક રહેવાસી પણ હતો. 3 NDRFના સભ્યો બોટ સાથે બચી ગયા હતા, પણ બે NDRFના જવાન અને સ્થાનિક તણાયા હતા. હાલ તાણાયેલાઓને બચાવવા દોડધામ શરૂ કરાઇ છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-વલસાડ-સુરતમાં કમર સુધીના પાણીમાં લોકો ફસાયા
કટાર લેખક અને પત્રકાર કાન્તિ ભટ્ટનું 88 વર્ષે મુંબઈમાં નિધન
નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ
ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ ઉદભવી છે. નવસારી જિલ્લાના કલેક્ટરે એમડી મડિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, પૂર્ણા અને કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે જિલ્લાભરમાં પાણી આવ્યું છે. જેન પગલે જિલ્લામાંથી 320 લોકોનું સ્થળાંતર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :