ભરૂચ : ભારે વરસાદમાં દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત

ભરૂચમાં સતત 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરૂચના વાગરા તાલુકામાં કાચા મકાનોની એક દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે 1442 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાંસોટ માં 952, આમોદમાં 241 અને જંબુસરમાં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 
ભરૂચ : ભારે વરસાદમાં દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત

ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચમાં સતત 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરૂચના વાગરા તાલુકામાં કાચા મકાનોની એક દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે 1442 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાંસોટ માં 952, આમોદમાં 241 અને જંબુસરમાં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

ભરૂચના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. શહેરના કસક તેમજ પાંચબત્તી, સેવાશ્રામ રોડ, ફુરજા, દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેને કારણએ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વાગરા તાલુકાના નાદેડા ગામમાં વરસાદના કારણે નરેન્દ્રસિંહ રાજ નામના વ્યક્તિનું કાચા મકાનની દિવાલ પડી હતી. જેની નીચે 5 વ્યક્તિઓ દિવાલ નીચે દબાયા હતા. આ ઘટનામાં 3 માસુમ બાળકીઓના મોત નિપજ્યા છે. જ્યારે માતાપિતાનો બચાવ થયો છે. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં નરેન્દ્રસિંહ રાજની ત્રણ પુત્રીઓ જિનલ (ઉંમર 7 વર્ષ), પીનલ (ઉંમર 5 વર્ષ) અને ક્રિષ્ના (ઉંમર 2 વર્ષ)ના મોત નિપજ્યા છે. 

  • આમોદ 2 ઇંચ
  • અંકલેશ્વર 6.25 ઇંચ
  • ભરૂચ 4 ઇંચ
  • હાંસોટ 8 ઇંચ
  • જંબુસર 2.5 ઇંચ
  • નેત્રંગ 3 ઇંચ
  • વાગરા 2.5 ઇંચ
  • વાલિયા 5.8 ઇંચ
  • ઝઘડિયા 2 ઇંચ

ઢાઢર નદીની જળસપાટી ભયજનક બની
ભરૂચમાં સતત વરસાદને પગલે આમોદની ઢાઢર નદીની જળસપાટી 101 પર પહોંચી છે. ઢાઢર નદીની સપાટી 102 લેવલ પર પહોંચી ગઈ છે. જેને પગલે એન.ડી.આર.એફ.ની બે ટીમોને ભરૂચ બોલાવી લેવાઈ છે. એક ટીમને હાંસોટ અને એક ટીમને આમોદ ખાતે રવાના કરવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news