અમદાવાદ : દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે બધી ચીજ વસ્તુઓ સાથે સાથે ફૂલોના ભાવ પણ આસમાને પહોંચી જતા શહેરવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ઊંચા ભાવે પૂજા અર્ચના માટે ફૂલો ખરીદી રહ્યા છે. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શહેરના લોકો બજારોમાં અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, ત્યારે આ વખતે લોકોને જીએસટીના કારણે ઘણી વસ્તુઓમાં વધારે નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે. જો કે ભગવાન ની પૂજા અર્ચના કરવા માટે ખરીદવામાં આવતા ફૂલોના ભાવ આ વર્ષે આસમાને પહોંચી જતા લોકોના ખિસ્સા ઉપર માર પડી રહ્યો છે અને તેમને ડબલ પૈસા આપીને ફૂલો ખરીદવા મજબૂર થવું પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ


ફૂલોમાં અચાનક ડબલથી વધુ ભાવો થઈ જવાના કારણે ગ્રાહકો તો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ વેપારીઓ પણ મુંઝવણમાં છે કારણકે રાજ્યમાં વધુ વરસાદ પડવાના કારણે લોકલ ફૂલોની ખેતી નાશ પામી જેના કારણે ઇન્દોર, રતલામ,બોમ્બે જેવા શહેરોમાંથી ફૂલો લાવવા પડે છે. દિવાળીના સમયમાં ફૂલોની વધુ માંગ હોવાના કારણે જે ગલગોટા 40-50 રૂપિયે મળતાં હતા જે  70 -80 રૂપિયે કિલો થઈ ગયા છે. જો કે ગુલાબના ફૂલો તો બજારમાંથી ગાયબ જ થઈ ગયા છે. જ્યાં પહેલા ગુલાબના ફૂલો 120 રૂપિયે કિલો મળતાં હતા ત્યાં 400 થી 500 રૂપિયે કિલો ભાવમાં વેચાઈ રહ્યા છે.


અમદાવાદ-સુરતમાં હિરાનુ વેકેશન પડતા જ સૌરાષ્ટ્ર રૂટની ખાનગી બસોના ભાડા બમણા થયા


એકતા દિવસ: PMના આગમન અગાઉ તડામાર તૈયારી, CM અને મુખ્ય સચિવે કામગીરીનું નિરીક્ષણ કર્યું


જો કે તહેવારો નજીક હોવાના કારણે લોકો ફુલ 5 ગણા ભાવે ખરીદવા મજબુર બન્યા છે. શહેરમાં છુટક માર્કેટમાં ફુલો ખુબ જ મળી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થળો પર તો ગુલાબ જેવા ફુલો વેચવાનું જ બંધ કરી દીધું છે. ગુલાબ જેવા ફુલોની હાલ માર્કેટમાં ખુબ જ તંગી ચાલી રહી છે. તો બીજી તરફ જે ફુલ સરળતાથી માર્કેટમાં મળી રહ્યા છે તે ફુલ ખુબ જ મોંઘા મળી રહ્યા છે.