અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે.

Updated By: Oct 25, 2019, 10:01 PM IST
અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ

અમદાવાદ : અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે. વાવાઝોડુ 7 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડુ સતત મજબુત બની રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડુ વદારે મજબુત બની શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાગર ખેડૂઓને દરિયો નહી ખેડવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ સહિત તમામ તંત્રને એલર્ટ રહેવાનું સુચન કરવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.

સુરત પોલીસ કમિશ્નરે પીસીઆર વાનનું પુજન કર્યું, સમસ્યાઓ અંગે પણ તપાસ કરી

ગુજરાત: છેલ્લી ઘડીએ ખરીદી માટે પડાપડી, બજારમાં ગ્રાહકોની ભીડ
હાલ 70-80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. આ વાવાજોડુજો હજી પણ વધારે મજબુત બનશે તો ઓમાન તરફ ફંટાઇ શકે છે. જો કે ગુજરાત પર માત્ર સામાન્ય અસર વર્તાશે પરંતુ દરિયો આ તોફાનને પગલે જોખમી બન્યો છે. જેથી પોરબંદર, દ્વારકા સહિતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે અહીં ફરવા માટે જનારા લોકોને પણ આ તોફાનના કારણે સમસ્યા પેદા થઇ શકે છે. 

એકતા દિવસ: PMના આગમન અગાઉ તડામાર તૈયારી, CM અને મુખ્ય સચિવે કામગીરીનું નિરીક્ષણ કર્યું

શ્રીશ્રી બન્યા જામનગરના મહેમાન: દેશની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીમાં કર્યું ભગવાન ધનવંતરીનું પુજન
તોફાનના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાની અસર ગુજરાતના ભરૂચ, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ જોવા મળી શકે છે. આ દરમિયાન આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

અમદાવાદ: 800 કરોડના ખર્ચે નિર્મિત વિકાસકાર્યોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

પ્રવાસીને સાવધ રહેવા સુચના
વાવાઝોડા સૌથી વધારે અસર ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કિનારે થશે. આજ કારણે ગોવા અને મહારાષ્ટ્ર જવાની તૈયારી કરી રહેલા લોકોને મુશ્કેલી પડી શકે છે. વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ નજીક આવશે ત્યારે 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.