Devayat Khavad Bail: ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના મારામારી કેસમાં જામીન મંજૂર કર્યા છે. કોર્ટે 6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે જામીન મંજૂર કર્યાં છે. ત્યારે 72 દિવસના જેલવાસ પછી દેવાયત ખવડના જામીન મંજૂર કર્યાં છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવાયત ખવડના જામીન મંજુર કરતી હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે જામીન આપ્યા છે. આમ, અંતે 72 દિવસના જેલ વાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર થયા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેવાયત ખવડે ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી હતી. વચગાળાની જામીન અરજી બાદ રેગલ્યુલર જામીન અરજી પણ કોર્ટે ફગાવી હતી, ત્યારે દેવાયત ખવડનો જેલવાસ લંબાયો હતો.


આ પણ વાંચો : 


ગુજરાત ભાજપનું આ કમલમ જ ગેરકાયદેસર, સરકાર કહે તો પૂરાવા આપવા તૈયાર


મારો પતિ મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે... અમદાવાદની પરિણીતાની આપવીતી


શું હતો મામલો
દેવાયત ખવડ અને તેના સાથીદારોએ મળીને એક યુવક પર અગંત અદાવત રાખીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કલાકાર કલાકારી કરીને ફરાર થઈ ગયો હતો. રાણો રાણાની રીતે...શબ્દ કહીને ફેમસ થનારો રાણો હાલ ક્યાં ખોવાણો છે એ મોટો પ્રશ્ન છે. ફરાર દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે, ખવડ પોલીસને પૈસા ખવડાવીને ક્યાંક સંતાઈ રહ્યો હોવાનો ઇજાગ્રસ્ત મયુરસિંહના પરિવારનો આક્ષેપ છે. એક તરફ તે ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્ર માટે બર્થ-ડે વિશ માટે વીડિયો બનાવીને મોકલે છે અને બીજી તરફ તેની તપાસ કરી રહેલી પોલીસને તે મળતો નથી ગજબની વાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ 8 દિવસથી પોલીસથી નાસતો ફરે છે. જોકે રાજકોટના તત્કાલીન પીઆઇના પુત્રને વિડીયો મેસેજ દ્વારા બર્થ-ડે વિશ કરતા નવો વિવાદ શરૂ થયો છે. ગત 7 ડીસેમ્બરના રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોક સાહિત્યકાર દેવાયત ખવડે બિલ્ડર મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતી. રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ દેવાયત ખવડ સહિત 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સાત દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી નથી.


આ પણ વાંચો : 


પરીક્ષા વગર મળી PSI ની નોકરી, ગુજરાતમાં પેપરકાંડ કરતા પણ મોટા નોકરી કૌભાંડનો ખુલાસો


ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ, આખરે કોણ છે એ?